Get The App

મુઇજ્જુની બધી જ રમત ફેઈલ : ચીન પરસ્તીથી નારાજ ભારતીયો હજી માલદીવ જવા તૈયાર નથી

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
મુઇજ્જુની બધી જ રમત ફેઈલ : ચીન પરસ્તીથી નારાજ ભારતીયો હજી માલદીવ જવા તૈયાર નથી 1 - image


- પર્યટન ઉદ્યોગ જ માલદીવની સૌથી મોટી આવક છે, દુનિયા ભરના પર્યટકો પૈકી 33 ટકા માત્ર ભારતીયો છે

માલે : જ્યારથી મુઇજ્જુએ ચીન પરસ્તી શરૂ કરી છે ત્યારથી ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ આવી છે. અનેક વખત મુઇજ્જુએ ભારત સાથે આડોડાઈ જ શરૂ કરી દીધી છે. તેથી ભારતીય પર્યટકો હવે માલદીવ જવાનું ટાળે છે.

માલદીવનું અર્થતંત્ર જ પર્યટકો ઉપર આધારિત છે તેને ખાદ્ય પદાર્થોમાં માછલી સિવાય અન્ય તમામ બાબતો જેવી કે ઘઉં, ઘઉંનો લોટ, ચણા, ચોખા અને શાકભાજી તથા માંસ પણ આયાત કરવાાં પડે છે. મોટે ભાગે ભારતમાંથી તેની આયાત થાય છે.

તેને સુનામી જેવી દરેક આપત્તિ સમયે ભારતે જ તેને સહાય કરી છે. ઔષધો પણ ભારતમાંથી જ આયાત થાય છે. તેમ છતાં મુઇજ્જુએ ચીન ચાલુ રાખતાં ભારતીયો તેમનાથી નારાજ છે. ભારતીય પર્યટકો ઓછા થઇ ગયા છે. માલદીવની રાષ્ટ્રીય આવકમાં પર્યટન ક્ષેત્રના જ ૭૦ ટકા જેટલો હિસ્સો છે. વિશ્વના કુલ પર્યટકો પૈકી ૩૩ ટકા પર્યટકો તો ભારતીય હોય છે. ભારતે તેના લક્ષદ્વિપને વિકસાવમાં હવે સહેલાણીયો ત્યાં વળ્યા છે.

માલદીવના જ આંકડાઓ દર્શાવે છે કે ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩માં માત્ર ૮૮,૨૦૨ ભારતીય પર્યટકો માલદીવ ગયા હતા. જે સંખ્યા ૨૦૨૨માં ૧,૪૬,૦૫૭ની હતી. એટલે કે ૨૦૨૩નાં વર્ષમાં ૫૭,૮૫૫ સહેલાણીઓ ઘટયા.

માલદીવ, યુરોપ અને ચીનના પર્યટકો પર આશા રાખે છે. પરંતુ આ પર્યટકોનું રોકાણ પ્રમાણમાં ઓછા દિવસોનું હોય છે. આથી દિવસોના હિસાબે તેમના દ્વારા થતી આવક ઓછી થાય છે.

ભારતીયો ત્યાં જવાનું એટલે ટાળતા રહ્યા છે કે માલદીવના ત્રણ નાયબ મંત્રીઓએ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી સોશ્યલ મીડીયા પર પોસ્ટ કરી હતી. તેથી ભારતનાં સામાજિક સંગઠનો અને અગ્રગણ્ય વ્યક્તિઓને માલદીવનો બહિષ્કાર કરવાનું દેશવાસીઓને જણાવ્યું હતું. જો તે મંત્રીઓને પછીથી મુઇજ્જુએ નિલંબિત કર્યા પરંતુ ભારતીયોમાં મન ખાટાં થઇ ગયાં.

મુઇજ્જુએ પોતાની ચૂંટણી પછી તુર્ત જ ચીનની મુલાકાત લીધી હતી. તેમની ઉપર આક્ષેપ છે કે તેઓ ચીન પરસ્ત થઈ ગયા છે, તેથી ભારતીય પર્યટકો ત્યાં જવાનું નિવારે છે. તેથી તે ટાપુ રાષ્ટ્રનાં અર્થતંત્રને ફટકો પડયો છે.


Google NewsGoogle News