Instagram પર All Eyes On Rafah ને 5 કરોડ લોકોનું સમર્થન,જાણો કોણે કરી હતી પ્રથમ પોસ્ટ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
Instagram પર All Eyes On Rafah ને 5 કરોડ લોકોનું સમર્થન,જાણો કોણે કરી હતી પ્રથમ પોસ્ટ 1 - image


All Eyes On Rafah: ઓલ આઈઝ ઓન રફાહ સોશિયલ મીડિયા પર લગભગ દરેકે આ સ્ટોરીને જોઇ હશે. ગાઝાથી આવતી હજારો તસવીરો લોકોના હૃદયને સ્પર્શી રહી છે અને દુનિયાને તેમની પીડા વિશે વિચારવા મજબૂર કરી રહી છે.

જેમાથી ગાઝામાં થઈ રહેલા માનવીય નુકસાનને રોકવા માટે અપીલ કરતા લોકો દ્વારા આ તસવીરને વ્યાપકપણે શેર કરવામાં આવી છે. આ સ્ટોરીને શેર કરનારા લોકોની સંખ્યા 50 મિલિયન એટલે કે 5 કરોડને પાર થવા જઈ રહી છે. હવે તમારા મનમાં સવાલ થશે કે આ તસવીરમાં એવું શું હતું જેને આટલા બધા લોકોએ શેર કર્યું, કોણે બનાવ્યું અને તેને બનાવવાનો હેતુ શું હતો.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરમાં કેટલાક ટેન્ટ દેખાઈ રહ્યા છે. જેના પર એક મોટું All Eyes On Rafah લખેલું છે. આ ફોટો એઆઈ દ્વારા મલેશિયન ઈન્સ્ટા યુઝર shahv4012 દ્વારા બનાવવામાં આવ્યો હતો અને મંગળવારે રફાહમાં નાગરિક ટેન્ટ પર ઈઝરાયેલના હુમલા બાદ શેર કરવામાં આવ્યો હતો. શેર કર્યા પછી, આ ટ્રેન્ડને એટલો વેગ મળ્યો કે મલેશિયાથી શરૂ કરીને, તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો. 

શા માટે તે આટલી શેર થઇ રહી છે?

આ ટ્રેન્ડને શેર કરવાનો હેતુ માત્ર ગાઝામાં બની રહેલી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નથી પણ પેલેસ્ટિનિયન મુદ્દાઓ પર પેલેસ્ટિનિયન લોકો સાથે સંમતિ વ્યક્ત કરવાનો પણ છે. જેમ જેમ વધુ લોકો આ પોસ્ટ શેર કરશે અને વધુ લોકો તેને જોશે તેમ તેમ લોકો એ વિચારવા મજબૂર થશે કે, રાફાહમાં શું થઈ રહ્યું છે? નિષ્ણાતો માને છે કે, સોશિયલ મીડિયાના યુગમાં, પશ્ચિમી મીડિયાના એજન્ડાને કાઉંટર કરવા માટે અને પેલેસ્ટિનિયન લોકો પર થઇ રહેલા અત્યાચારને વિશ્વ સમક્ષ લાવવા માટે આ પ્રકારના ટ્રેન્ડ અસરકારક સાબિત થશે.

ટ્રેન્ડમાં શા માટે AI ઇમેજનો ઉપયોગ કરવામાં આવ્યો?

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ સ્ટોરીમા યુઝરે AI ઈમેજનો ઉપયોગ કર્યો છે. પેલેસ્ટિનિયન સમર્થકો યુદ્ધની શરૂઆતથી જ આરોપ લગાવી રહ્યા છે કે, META પેલેસ્ટાઈન તરફી સોશિયલ મીડિયા પોસ્ટને ડાઉન કરી રહ્યો છે. એટલે કે,તેમની પહોંચને સીમિત કરી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, તેના વાયરલ થવાનું એક કારણ એ છે કે, તેણે ઇન્સ્ટાગ્રામના આલ્ગોરિધમની (Algorithm) ખામી- ઉણપનો ફાયદો ઉઠાવ્યો છે.

યુઝર shahv4012 કોણ છે?

shahv4012 યુઝર વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તેના ઇન્સ્ટાગ્રામ પરથી મળેલી માહિતી મુજબ તે મલેશિયાનો નાગરિક છે અને ફોટોગ્રાફીનો શોખીન છે.shahv4012ના લગભગ 37 હજાર ફોલોઅર્સ અને 788 ફોલોઇંગ છે. જેમાં તે ઇસ્લામિક પ્રચારક જાકિર નાયકને પણ ફોલો કરે છે, જેને ભારત સરકારે 'ભાગેડુ' જાહેર કર્યા છે.

Instagram પર All Eyes On Rafah ને 5 કરોડ લોકોનું સમર્થન,જાણો કોણે કરી હતી પ્રથમ પોસ્ટ 2 - image

આ ટ્રેન્ડને લઈને તેના ઈન્સ્ટા કેપ્શનમાં લખ્યું છે, 'Road to 50M'. આ સિવાય યુઝરના બાયોમાં ઈસ્લામિક રિલીફની લિંક પણ આપવામાં આવી છે જેમાં પેલેસ્ટાઈન માટે દાન આપવાની અપીલ કરવામાં આવી છે.



Google NewsGoogle News