Get The App

જાણો શું છે 'All Eyes on Rafah', શા માટે લોકો વ્યક્ત કરી રહ્યા છે નારાજગી?

Updated: May 29th, 2024


Google NewsGoogle News
જાણો શું છે 'All Eyes on Rafah', શા માટે લોકો વ્યક્ત કરી રહ્યા છે નારાજગી? 1 - image


Why 'All Eyes on Rafah' Is Trending: ઈઝરાયેલ પર હમાસના મિસાઈલ હુમલાના 24 કલાકની અંદર જ એટલે કે રવિવારના રોજ ઈઝરાયેલની સેનાએ રાફા શરણાર્થી શિબિરો પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 45 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં 23 મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. 7ઓક્ટોબર 2023થી ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 36,050 પર પહોંચી ગઈ છે. હવે આ હુમલા પછી 'All Eyes on Rafah'વાળી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  

શા માટે 'All Eyes on Rafah' ટ્રેન્ડમાં છે?

ઇઝરાયલે રાફાના પેલેસ્ટિનિયન કેમ્પ પર હુમલો કર્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 45 લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં આખી દુનિયા આ હુમલાની નિંદા કરી રહી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર 'All Eyes on Rafah' દ્વારા ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનના સમર્થનમાં સામાન્ય લોકોથી લઈને પ્રખ્યાત હસ્તીઓ આવી છે. 24 મેના રોજ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ ઈઝરાયલને રાફામાં તેની સૈન્ય કાર્યવાહી રોકવાનો આદેશ આપ્યો હતો. જો કે, આવું ન થયું અને આ હુમલામાં 45 લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાફા હુમલાની નિંદા શા માટે થઈ રહી છે?

દુનિયામાં હાલ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના યુદ્ધની ચર્ચાઓ ચાલી રહી છે. મહિનાઓથી ચાલી રહેલા આ યુદ્ધના કારણે હાલમાં લગભગ 1.4 મિલિયન ગાઝાવાસી રાફામાં આશ્રય લઈ રહ્યા છે અને આટલી મોટી વસ્તી હોવા છતાં ઈઝરાયેલ ત્યાં હુમલાઓ કરી રહ્યું છે. જેના કારણ લોકો ઇઝરાયેલની નિંદા કરી રહ્યા છે. 

આ સ્લોગન કોણે આપ્યું?

આ સ્લોગન સૌથી પહેલા ફેબ્રુઆરીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર રિક પેપરકોર્ન દ્વારા આપવામાં આવ્યું હતું. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્થળાંતર યોજનાનો આદેશ આપ્યાના દિવસો પછી પેપરકોર્ને ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે 'All Eyes on Rafah'. 

જાણો શું છે 'All Eyes on Rafah', શા માટે લોકો વ્યક્ત કરી રહ્યા છે નારાજગી? 2 - image

હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધીના સ્ટાર્સે હુમલાની કરી નિંદા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ, ઈરફાન પઠાણ અને કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢી જેવા અન્ય ઘણા પ્રખ્યાત લોકોએ 'All Eyes on Rafah'ને સમર્થન આપ્યું છે. 

જ્યારે આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, રિચા ચઢ્ઢા, તૃપ્તિ ડિમરી, સોનમ કપૂર, સોનાક્ષી સિન્હા, રશ્મિકા મંદાના, સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, આથિયા શેટ્ટીએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ હતું અને પેલેસ્ટિનિયન લોકો માટે તેમનું સમર્થન દર્શાવ્યું હતું.

આ ઉપરાંત પાકિસ્તાની અભિનેત્રી યુમના ઝૈદી અને અભિનેત્રી માહિરા ખાન, બ્રિટિશ એક્ટર મોડલ એમી જેક્સને પણ સોશિયલ મીડિયા પર આ વિશે ઘણું લખ્યું છે.

જાણો શું છે 'All Eyes on Rafah', શા માટે લોકો વ્યક્ત કરી રહ્યા છે નારાજગી? 3 - image


Google NewsGoogle News