માણસોની વચ્ચે જ છુપાઈને વસવાટ કરી રહ્યાં છે એલિયન્સ: હાર્વર્ડના અહેવાલમાં દાવાથી સૌ કોઈ ચોંક્યું
Image: Freepik
Harvard University Report: એલિયન્સને લઈને ઘણી વખત ઘણા પ્રકારના દાવા કરવામાં આવે છે. જેની પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય છે. દરમિયાન જો કોઈ તમને કહે કે એલિયન્સ એટલે કે બીજી દુનિયાના જીવ આપણી માણસોની વચ્ચે જ પૃથ્વી પર છુપાઈને રહી રહ્યાં છે તો તમે શું કહેશો? તમે એ વાત પર વિશ્વાસ નહીં કરી શકો. પરંતુ આ કોઈ અફવા નથી. તાજેતરમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીએ તેનાથી જોડાયેલો એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કંઈક આવો જ દાવો કરવામાં આવ્યો છે. આ ક્રિપ્ટોટેરેસ્ટ્રિયલ પ્રાણીઓની આવી હાઈપોથીસિસ છે. જે હેઠળ બે વાતોની શક્યતા છે. પહેલી કે બીજી દુનિયાના જીવ છુપાઈને રહીને આપણી વચ્ચે રહી શકે છે. બીજા કે પછી અમુક બુદ્ધિમાન જૂથ કે સંસ્થાઓ પોતાને ગુપ્ત રાખેલાં છે. જોકે આ બંને જ વાતોમાં કોઈ એકની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી.
ગત વર્ષે સેંકડો યુએફઓ જોનારી નાસાની તપાસમાં સામે આવ્યું કે એ વાતનો કોઈ પુરાવો નથી કે આવી ઘટનાઓ પાછળ એલિયન્સ જ હતાં. જોકે એક રિપોર્ટ અનુસાર અમેરિકી અંતરિક્ષ એજન્સી આ શક્યતાથી સંપૂર્ણ રીતે ઈનકાર પણ કરતી નથી. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનનું કહેવું છે કે દુનિયાની સૌથી મોટી અંતરિક્ષ એજન્સી ન માત્ર સંભવિત યુએપી ઘટનાઓ પર શોધ કરશે પરંતુ ખૂબ ટ્રાન્સપેરેન્ટ ડેટા શેર પણ કરશે.
હાર્વર્ડ યુનિવર્સિટીના હ્યૂમન ફ્લોરિશિંગ પ્રોગ્રામના આ અભ્યાસમાં ઘણા અનુમાન વાળા સિદ્ધાંતો વિશે પણ વાત કરવામાં આવી છે. તેમાં પ્રાચીન માનવ સભ્યતાઓથી લઈને બિન માનવ પ્રજાતિઓ જે પોતાના સમયમાં ખૂબ એડવાન્સ્ડ હતાં. પરીઓ જેવી રહસ્યમયી વાતો સુધીના અસ્તિત્વ વિશે લખવામાં આવ્યું છે. આ શોધ ડો. એમિલી રોબર્ટ્સના નેતૃત્વમાં છે.
આ શોધનો હેતુ હતો, ક્રિપ્ટોટેરેસ્ટ્રિયલ અનુમાનો (પરિકલ્પનાઓના હોવાની શક્યતા)ને તપાસવી અને અજાણી હવાઈ ઘટના (યુએપી) જેવી આધુનિક ઘટનાઓથી તેમના સંબંધ વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન.
તમને જાણીને નવાઈ લાગશે કે એન્ટાર્કટિકા અને સમુદ્રની ઊંડાઈ જેવા સ્થળો પર છુપાયેલી સુવિધાઓના દાવાઓએ વિજ્ઞાનીઓ અને એલિયન શોધને લઈને ઉત્સુક લોકોને ખરેખર પરેશાન કર્યાં છે. ડો. રોબર્ટ્સનું કહેવું છે કે તેમાંથી ઘણા દાવાઓમાં પુરાવાનો અભાવ છે. તેમ છતાં અજાણ્યા પ્રત્યે આકર્ષણ અને છુપાયેલા સ્થળોની શક્યતા રાખવામાં આવે છે.