Get The App

એલેકસી નોવેલની, પુતિનના ઘોર વિરોધીને ખતરનાક ગણાતી પોલર વુલ્ફ જેલમાં મળ્યું મોત

એલેકસી એક એવો વિપક્ષી નેતા જેનાથી પુતિન પણ ડરતા હતા

આર્કેટિકની ખતરનાક ગણાતી પોલર વુલ્ફ જેલમાં કેદ થયા હતા

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
એલેકસી નોવેલની, પુતિનના ઘોર વિરોધીને ખતરનાક ગણાતી પોલર વુલ્ફ જેલમાં મળ્યું મોત 1 - image


મોસ્કો,17 ફેબ્રુઆરી,2024,શનિવાર 

પુતિનના વિરોધીઓ એક પછી એક ચિર વિદાય લઇ રહયા છે જેમાં એલેકસી નેવલનીનો ઉમેરો થયો છે. રશિયામાં પુતિનના ઘોર વિરોધી તરીકે નો રાજકીય ચહેરો ધરાવતા એલેકસીનું રશિયાની ખતરનાક ગણાતી પોલર વુલ્ફ જેલમાં મોત થતા ચાહકોમાં નિરાશા વ્યાપી ગઇ છે. એલેકસીએ  પોતાના લાખો સમર્થકો સાથે રશિયાની વર્તમાન સરકારના ખૂબ મોટા બાહોશી પ્રદર્શનકારી નેતા તરીકે લોકપ્રિયતા મેળવી હતી. એલેકસીનું મોત રશિયાની ચુંટણી આડે એક મહિનો બાકી રહયો છે તેવા સમયે થયું હોવાથી કેટલાક શંકા પણ વ્યકત કરી રહયા છે. 

પુતિન વિરોધી ચહેરાને ઘણા સમયથી ગુમ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ૨ મહિના પહેલા ડિસેમ્બર મહિનામાં પોલર વુલ્ફ જેલમાં કેદ હોવાનું જાણવા મળ્યું હતું. આર્કેટિકની આ જેલમાં તાપમાનનો પારો માઇનસ ૨૮ ડિગ્રી સુધી નીચે આવે છે. નેવલેની પર ૨૦૧૭માં જીવલેણ હુમલો થયો હતો.તેને ઝેર આપીને મારવા માટે પણ પ્રયાસ થયો હતો.  એલેકસી પુતિનના આર્થિક કૌભાંડો અને રાજકીય મહત્વકાંક્ષાની પોલ ખોલવામાં હંમેશા આગળ પડતા રહયા હતા.૨૦૧૯માં મોસ્કો ખાતે વિશાળ જનમેદની એકઠી કરીને દેશ-દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.

એલેકસી નોવેલની, પુતિનના ઘોર વિરોધીને ખતરનાક ગણાતી પોલર વુલ્ફ જેલમાં મળ્યું મોત 2 - image

આ રશિયન યુવા રાજકારણીનો જન્મ ૪ જુન ૧૯૭૬માં સોવિયત સંઘના ઓડિન્સોવસ્કી જિલ્લાના બ્યુટિન ગામમાં થયો હતો. યુક્રેન મૂળના માતા પિતા મોસ્કો પાસેના કોબેકાવો ગ્રામીણ વિસ્તારમાં વિવિંગ ફેકટરી ધરાવતા હતા. ૧૯૯૮માં પીપલ્સ ફ્રેન્ડ યુનિવર્સિટીમાં લો ની ડિગ્રી મેળવ્યા પછી વકીલાત સાથે જાહેર જીવનમાં રસ લેવાની શરુઆત કરી હતી. ૨૦૧૦માં યુએસની યેલ યુનિવર્સિટીમાં યેલ વર્લ્ડ ફેલો કાર્યક્રમ અંર્તગત ૬ મહિના જાહેર જીવન વિષય પર અભ્યાસ કર્યો હતો. 

એલેકસીએ ૨૦૦૮માં સૌ પ્રથમ વાર એક બ્લોગ લખીને રશિયાની સરકારી કંપનીઓ અને રાજકારણીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડયો હતો. આનો એવો પડઘો પડયો કે સરકારમાં ઉચ્ચપદો પર બિરાજમાન અનેક નેતાઓ અને અધિકારીઓએ રાજીનામુ આપવાની ફરજ પડી હતી. સરકાર વિરોધી બ્લોગ લખવા અને રશિયાની સંસદ ડૂમાની બહાર સરકાર વિરોધી રેલીનું આયોજન કરવા બદલ ૨૦૧૧માં પ્રથમ વાર એલેકસીની ધરપકડ કરીને ૧૫ દિવસ જેલમાં પુરવામાં આવ્યો હતો. ૨૦૧૨માં વ્લાદિમીર પુતિન ચૂંટણી જીતીને ફરી રાષ્ટ્રપતિ બન્યા પરંતુ એલેકસી હિંમત હાર્યો ન હતો.એલેકસી નોવેલની, પુતિનના ઘોર વિરોધીને ખતરનાક ગણાતી પોલર વુલ્ફ જેલમાં મળ્યું મોત 3 - image

૨૦૧૩માં મોસ્કો શહેરના મેયરપદની ચુંટણી ઠાઠથી લડયો હતો. આ ચૂંટણીમાં પુટિન સમર્થક સર્ગેઇ સોબ્યાનિન સામે તેની હાર થઇ પરંતુ સરકાર વિરોધી માહોલ ઉભો કરવામાં સારી સફળતા મળી હતી. રાષ્ટ્રપતિ પુટિન વિરોધી ક્રિએટિવ સૂત્રો બનાવી તિખા વ્યંગ કરવાનું ચાલું રાખતા સરકારી મીડિયાએ તેનું કવરેજ કરવા પર પ્રતિબંધ મુકયો હતો.

ફેબુ્આરી ૨૦૧૭માં એલેકસીના નેતૃત્વમાં સરકાર દ્વારા કથિત ભ્રષ્ટાચાર બાબતે રશિયાના મોટા શહેરોમાં વ્યાપક પ્રમાણમાં રેલીઓ આયોજીત કરી હતી. જેમાં એલેકસી સહિતના એક હજારથી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.એક પ્રદર્શનમાં એલેકસીએ વડાપ્રધાન દિમિત્રી મેદવેદેવને એક અબજ યૂરોના સામ્રાજયનો બાદશાહ કહયા હતા. એક વાર પુટિને પોતાની ગર્લફેન્ડ પાછળ દેશના અબજો રુપિયા વેડફવાનો આરોપ લગાવ્યો હતો. ૨૦૧૮માં એલેકસીએ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ગેરલાયક ઠરાવવામાં આવ્યો હતો



Google NewsGoogle News