Get The App

Albert Einstein Birthday: આલ્બર્ટ આઈન્સ્ટાઈનના નિધન બાદ તેમનું દિમાગ કોણે કર્યું હતુ ચોરી?

Updated: Mar 14th, 2023


Google NewsGoogle News
Albert Einstein Birthday: આલ્બર્ટ આઈન્સ્ટાઈનના નિધન બાદ તેમનું દિમાગ કોણે કર્યું હતુ ચોરી? 1 - image


નવી મુંબઇ,તા. 14 માર્ચ 2023,મંગળવાર  

આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ 14 માર્ચ 1879ના રોજ ઉલ્મ, જર્મનીમાં થયો હતો. આઈન્સ્ટાઈનનું દિમાગ એટલું તેજ હતું કે, આજે પણ લોકો તેમના ઉદાહરણ આપે છે. આઈન્સ્ટાઈન 20મી સદીના સૌથી પ્રભાવશાળી ભૌતિકશાસ્ત્રીઓમાંના એક હતા, જેમના મનની ચર્ચા વિશ્વના ખૂણે ખૂણે થતી હતી. 

આઈન્સ્ટાઈનનું 18 એપ્રિલ 1955ના રોજ પ્રિન્સટન હોસ્પિટલમાં અવસાન થયું. તેમના મૃત્યુ પછી, તેમના પરિવારની પરવાનગી વિના, પેથોલોજિસ્ટ હાર્વેએ તેમનું મગજ ચોરી લીધું હતું. પરંતુ જ્યારે આ બાબત પ્રકાશમાં આવી ત્યારે પેથોલોજિસ્ટે આઈન્સ્ટાઈનના પુત્રની પરવાનગી મેળવી હતી. પરંતુ તેનો ઉપયોગ માત્ર વિજ્ઞાનના હિત માટે જ થશે તેવું કહેવામાં આવ્યું હતું.

થોમસે તેને 200 ટુકડાઓમાં વહેંચી દીધું હતું.

પરિવારે એવી શરત મૂકી હતી કે કેરળના વિજ્ઞાનના હિતમાં જ મગજની તપાસ કરવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે થોમસે આઈન્સ્ટાઈનના મગજના 200 ટુકડા કરી નાખ્યા હતા.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે...

Albert Einstein Birthday: આલ્બર્ટ આઈન્સ્ટાઈનના નિધન બાદ તેમનું દિમાગ કોણે કર્યું હતુ ચોરી? 2 - image

થોમસે આઈન્સ્ટાઈનના મગજના ટુકડા ઘણા વૈજ્ઞાનિકોને આપ્યા હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તે જ સમયે, રિચર્સ માં ખુલાસો થયો કે સામાન્ય લોકોની તુલનામાં, આઈન્સ્ટાઈનના મગજમાં અસાધારણ સેલ સંરચના જોવા મળી હતી, જેના કારણે તેમની સમજ અને વિચાર બાકીના લોકો કરતા અલગ હતો. 

આખરે એવું શું બન્યું?

18 એપ્રિલ 1955 ની મધ્યરાત્રિની એક વાગ્યે પંદર મિનિટ થઈ હતી. પ્રિન્સટન હોસ્પિટલની પથારીમાં સૂતેલા વૃદ્ધ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જર્મન ભાષામાં કેટલાક શબ્દો બોલે છે. લાંબા બે શ્વાસ લીધા પછી,  તેમના શ્વાસ અટકી જાય છે. તેમની સેવામાં હાજર રહેલ નર્સ, જર્મન ભાષા જાણતી ન હોવાથી, વિશ્વના સૌથી જીનીયસ વૈજ્ઞાનિકના  અંતિમ શબ્દો  હવામાં ઓગળી ગયા.  તેમનાં અંતિમ શબ્દો ક્યાં હતા? જગત કયારેય આ વાત જાણી શકશે નહિ. હોસ્પિટલના તબીબોએ કોલ કરીને થોમસ હાર્વે નામના  પેથોલોજીસ્ટને, આઇન્સ્ટાઇનના શબ પરીક્ષણ માટે બોલાવ્યા.

પોસ્ટમોર્ટમ કર્યા બાદ, થોમસ હાર્વેએ રિપોર્ટમાં લખ્યું કે 'આઇન્સ્ટાઇનના હૃદયની નજીક આવેલી રક્ત વાહિની ફાટી જવાથી તેમનું મૃત્યુ થયું છે.' થોમસ હાર્વેએ ત્યારબાદ ચોરીછૂપીથી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું મગજ નિકાળીને, કાચની બરણીમાં સુરક્ષિત મૂકી દીધું. એટલું જ નહીં આઇન્સ્ટાઇનની આંખો કાઢીને તેમણે આઇન્સ્ટાઇનના, આંખોના સ્પેશિયાલિસ્ટને સોંપી દીધી.ઘટના જ એવી બની કે આઇન્સ્ટાઇનની ઇચ્છાઓ અધૂરી રહી ગઈ. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના મૃત્યુના સમાચારથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયું.


Google NewsGoogle News