VIDEO: મેલોની માટે ઘૂંટણિયે બેઠા અલ્બેનિયાના PM, જુઓ કેવી રીતે આપી બર્થડે ગિફ્ટ
Albania PM Gift Scarf to Italy PM Meloni: તમે ફિલ્મોમાં એક છોકરો તેના ઘૂંટણ પર બેસીને ગીત ગાતો અને છોકરીને ભેટ આપતો જોયો હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ પીએમને બીજા દેશના પીએમ માટે આવું કરતા જોયા છે. અલ્બેનિયાના પીએમ એડી રામાએ બુધવારે એવું જ કર્યું જ્યારે તેમણે ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોનીને સ્કાર્ફ ગિફ્ટ કર્યો હતો. એડી રામા મેલોની માટે ઘૂંટણ પર બેઠા અને તેમના માટે ગીત પણ ગાયું હતું. રસપ્રદ ઘટના સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં બની હતી, જયારે મેલોનીની બર્થડે હતો. આ સમયે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટમાં ભાગ લેવા ઘણા દેશોના વડાઓ આવ્યા છે.
Giorgia Meloni turns 48 today! 🎉
— Mambo Italiano (@mamboitaliano__) January 15, 2025
On his knees and with a scarf as a gift, Albanian Prime Minister Edi Rama honored Italian 🇮🇹 Prime Minister Giorgia Meloni as she arrived at the Sustainability Week in Abu Dhabi 🇦🇪
Happy birthday Giorgia! pic.twitter.com/WyomtWuHWa
ઘૂંટણ પર બેસીને ગીત ગાયું અને અભિનંદન પાઠવ્યા
સંમેલનમાં અલ્બેનિયાઈ પ્રધાનમંત્રી એડી રામાએ જ્યોર્જિયા મેલોનીને તેમના 48મા બર્થડે પર વિશેષ રીતે અભિનંદન પાઠવ્યા હતા. મેલોનીને આવતા જોઈને એડી રામા ઘૂંટણ પર બેસી ગયા અને તેમને પોતાના બંને હાથથી ગિફ્ટ આપી. ત્યારે સામે ઈડી રામાને બેઠેલા જોઈ, મેલોની ઝડપથી તેમની તરફ જઈને ભેટ સ્વીકારી હતી. તેમજ મેલોનીને બર્થડે વિશ કરવા માટે તાંતી અગુરી એટલે કે હેપી બર્થડે સોંગ પણ ગાયું. ત્યારબાદ એડી રામાએ મેલોનીને સ્કાર્ફ ભેટમાં આપ્યો અને પોતાના હાથે મેલોનીને સ્કાર્ફ પહેરાવ્યો હતો.
આ પણ વાંચો: PM પદ છોડ્યા બાદ ટ્રુડોની વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી? આગામી ચૂંટણી નહીં લડે!
રામા અને મેલોની વચ્ચે સારા વર્કિંગ રિલેશન
રામા અને મેલોનીની રાજકીય માન્યતાઓ એકબીજાની વિરુદ્ધ છે. તેમાં છતાં તેમની વચ્ચે સારા કાર્યકારી સંબંધ છે. મેલોની ઇટાલીની જમણેરી બ્રધર્સ પાર્ટીનું નેતૃત્વ કરે છે. તો રામા અલ્બેનિયાની સમાજવાદી પાર્ટીના વડા છે. મેલોનીએ ગયા વર્ષે રામા સાથે સમજૂતી કરી હતી. આ અંતર્ગત દરિયાઈ માર્ગે ઈટાલી દ્વારા પકડાયેલા કેટલાક માઈગ્રન્ટ્સને અલ્બેનિયાના ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે. કાયદાકીય પડકારોને કારણે આ કેન્દ્રો હાલમાં નિષ્ક્રિય છે.
બુધવારે સમિટમાં, ઇટાલી, અલ્બેનિયા અને સંયુક્ત આરબ અમીરાતે એડ્રિયાટિક સાગરમાં રિન્યુએબલ એનર્જી માટે અન્ડરસી ઇન્ટરકનેક્શન બનાવવા માટે 1 બિલિયન યુરો (રૂ. 8895 કરોડ) ની ડીલ સાઈન કરી.