Get The App

હમાસનો લિડર અલજજીરાનો પત્રકાર, ઇઝરાયેલે કર્યો મોટો આક્ષેપ

આતંકી હમાસની સૈન્ય શાખાના વરિષ્ઠ પદ પર કાર્યરત છે

સાબીતી તરીકે એક લેપટોપ અને કેટલાક દસ્તાવેજો રજૂ કરાયા

Updated: Feb 12th, 2024


Google News
Google News
હમાસનો લિડર અલજજીરાનો પત્રકાર, ઇઝરાયેલે કર્યો મોટો આક્ષેપ 1 - image


કતર,૧૨ ફેબુ્આરી,૨૦૨૪,ફેબુઆરી 

કતારની જાણીતી અલજજીરા ટીવી ચેનલ પર ઇઝરાયેલ મોટો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આતંકી સંગઠન હમાસનો એક કમાંડર અલજજીરામાં પત્રકાર તરીકે કામ કરે છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ)એ ગાજાપટ્ટી માંથી લીધેલી કેટલીક તસ્વીરો અને દસ્તાવેજોના આધારે ખુલાસો કર્યો હતો કે અલ જજીરામાં કામ કરનારા ફિલિસ્તીની પત્રકાર આતંકી હમાસની સૈન્ય શાખાના વરિષ્ઠ પદ પર કાર્યરત છે. 

આઇડીએફના અરબીયન પ્રવકતા લેફટનન્ટ કર્નલ અવિચાઇ અદ્વાઇને ટાંકીને જણાવાયું છે કે ગાજા પટ્ટીમાં અમને સાબીતી તરીકે એક લેપટોપ અને કેટલાક દસ્તાવેજો મળ્યા છે. જેમાંથી સાબીત થાય છે કે તેનું નામ મોહમ્મદ વાશાહ છે જે કથિત રીતે છેલ્લા કેટલાક મહિનાઓથી  અલ જજીરાના બ્રોડકાસ્ટિંગ સાથે જોડાયેલો વરિષ્ઠ પત્રકાર છે. 

Tags :
Israel-Hamas-warHamas-commanderIDF-evidenceAl-jazeerra-journalistinternational

Google News
Google News