Get The App

મહારાણી એલિઝાબેથ-2 થી પણ વધારે અમીર છે બ્રિટિશના મંત્રી ઋષિ સુનકની પત્ની

Updated: Apr 9th, 2022


Google NewsGoogle News
મહારાણી એલિઝાબેથ-2 થી પણ વધારે અમીર છે બ્રિટિશના મંત્રી ઋષિ સુનકની પત્ની 1 - image


- સ્ટોક એક્સચેન્જ કંપનીએ આપેલી માહિતી અનુસાર 42 વર્ષીય અક્ષતા મૂર્તિ પાસે ઈન્ફોસિસમાં લગભગ એક બિલિયન ડોલરના શેર છે

નવી દિલ્હી, તા. 09 એપ્રિલ 2022, શનિવાર

બ્રિટિશ નાણા મંત્રી ઋષિ સુનક (British Finance Minister Rishi Sunak)ની ભારતીય પત્ની અક્ષતા મૂર્તિ (Akshata Murty) બ્રિટિશ મહારાણી એલિઝાબેથ ।। (queen Elizabeth II) કરતા વધુ અમીર છે. તે સ્વ નિર્મિત આઈટી કંપની ઈન્ફોસિસના અબજોપતિ માલિક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની પુત્રી છે. અક્ષતા મૂર્તિ વ્યવસાયે એક એન્જિનિયર અને પરોપકારી માતા છે.

મંત્રી ઋષિ સુનકને એક સમયે બ્રિટનના ભાવિ વડાપ્રધાન તરીકે જોવામાં આવતા હતા. તાજેતરના અહેવાલ સૂચવે છે કે, તેમની પત્ની મૂર્તિની વિદેશી કમાણી બ્રિટિશ ટેક્સ અધિકારીઓથી બચાવવામાં આવી છે. આ કારણે તેમના પર દબાણ વધ્યું છે.

અક્ષતા મૂર્તિના પિતા 75 વર્ષીય એનઆર નારાયણ મૂર્તિએ વર્ષ 1981માં ટેક્નોલોજી દિગ્ગજ ઈન્ફોસિસની સહ સ્થાપના કરી હતી. તેમણે ભારતને 'વિશ્વની બેક ઓફિસ'માં પરિવર્તન કરવામાં મદદ કરી હતી. નારાયણ મૂર્તિએ પોતાની પત્ની સુધા મૂર્તિ પાસેથી રૂ. 10,000 ($ 130)  ઉછીના લઈને કંપની બનાવી હતી. જે હવે લગભગ 100 બિલિયન ડોલરની કંપની છે અને વોલ સ્ટ્રીટ પર સૂચિબદ્ધ થનારી પ્રથમ ભારતીય કંપની છે.

આ દરમિયાન 71 વર્ષીય સુધા મૂર્તિ ટાટા મોટર્સમાં પ્રથમ મહિલા એન્જિનિયર હતા. તેમણે કંપનીની શરત 'મહિલા ઉમેદવારોએ અરજી કરવાની જરૂર નથી' પર એક પોસ્ટકાર્ડના માધ્યમથી પ્રસિદ્ધ રૂપથી ફરિયાદ કરી હતી. 

ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની મુલાકાત અમેરીકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી જ્યારે અક્ષતા મૂર્તિ MBA કરી રહ્યા હતા. બ્રિટિશ ખજાનાના ભાવિ ચાન્સેલર સુનક ફુલબ્રાઈટ સ્કોલર હતા અને તેમની પાસે પહેલેથી જ ઓક્સફોર્ડની પ્રથમ વર્ગની ડિગ્રી હતી. તે બંનેના 2009ના લગ્ન અપેક્ષા પ્રમાણે સાધારણ હતા પરંતુ રિસેપ્શનમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો સહિત લગભગ 1,000 મહેમાનોએ હાજરી આપી હતી.

સ્ટોક એક્સચેન્જ કંપનીએ આપેલી માહિતી અનુસાર 42 વર્ષીય અક્ષતા મૂર્તિ પાસે ઈન્ફોસિસમાં લગભગ એક બિલિયન ડોલરના શેર છે. તેથી તે મહારાણી એલિઝાબેથ II કરતાં વધુ અમીર બને છે. જેમની અંગત સંપત્તિ વર્ષ 2021ના એક અહેવાલ મુજબ આશરે 350 મિલિયન પાઉન્ડ ($460 મિલિયન) હોવાનો અંદાજ છે.

આ દંપતી ઓછામાં ઓછી 4 મિલકતો ધરાવે છે જેમાં લંડનના અપસ્કેલ કેન્સિંગ્ટનમાં 7 મિલિયન પાઉન્ડના 5 બેડરૂમનું ઘર અને કેલિફોર્નિયાના સાંતા મોનિકામાં એક ફ્લેટનો સમાવેશ થાય છે. અક્ષતા મૂર્તિ વેન્ચર કેપિટલ કંપની કેટામરન વેન્ચર્સની ડિરેક્ટર પણ છે.


Google NewsGoogle News