ઈઝરાયલનો ભયાનક હુમલો, ગાઝામાં સ્કૂલ પર કરી એરસ્ટ્રાઇક, 100થી વધુ પેલેસ્ટિનીના મોતથી હાહાકાર

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
Israeli airstrike in Gaza City
Image : IANS ( File pic)

Israel Gaza War: ઈરાન સાથે વધતી જતી તંગદિલી વચ્ચે ઈઝરાયલે ગાઝામાં તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં સતત બોમ્બમારા અને એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ આજે ઈઝરાયલે ગાઝામાં કરેલી એરસ્ટ્રાઈકમાં 100થી વધુ પેલેસ્ટિની નાગરિકો માર્યા ગયાના અહેવાલ સામે આવ્યા છે. એક એજન્સીના અહેવાલમાં આ દાવો કરાયો હતો.

ક્યાં થયો હુમલો? 

પૂર્વ ગાઝામાં વિસ્થાપિત લોકો જે સ્કૂલમાં આશરો લઈ રહ્યા હતા તેને જ ઈઝરાયલે નિશાન બનાવી હતી. આ હુમલામાં 100થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ઘાયલો પણ મોટી સંખ્યામાં હોવાની આશંકા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો નમાઝ પઢી રહ્યા હતા. 

આ પણ વાંચો: ....તો આ કારણે બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી રહી છે, ખાલિદા જિયાની પાર્ટીના નેતાનો ઘટસ્ફોટ

હમાસે જાહેર કર્યું નિવેદન 

હમાસ દ્વારા સંચાલિત કાર્યાલય વતી જણાવાયું હતું કે આ હુમલો ત્યારે થયો હતો ત્યારે નાગરિકો ફજર (સવાર) ની નમાઝ પઢી રહ્યા હતા. તે સમયે જ ઈઝરાયલે ક્રૂરતાપૂર્વક વિસ્થાપિત નાગરિકોને નિશાન બનાવ્યા હતા જેના કારણે મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિ થઈ હતી.

આ પણ વાંચો : યુક્રેન રશિયામાં ઘૂસ્યુ, એરફિલ્ડનો કચ્ચરઘાણ : 100થી વધુ સૈનિકોના મોત

ઈઝરાયલનો ભયાનક હુમલો, ગાઝામાં સ્કૂલ પર કરી એરસ્ટ્રાઇક, 100થી વધુ પેલેસ્ટિનીના મોતથી હાહાકાર 2 - image


Google NewsGoogle News