ત્રણ દિવસથી થાઈલેન્ડના ફુકેટમાં ફસાયા એર ઈન્ડિયાના મુસાફરો, કંપનીએ કહ્યું- ખાવાપીવા, રહેવાની સુવિધા આપી
Image: Facebook
Air India: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે 100 પેસેન્જર થાઈલેન્ડના ફુકેટમાં છેલ્લા 80 કલાકથી ફસાયા છે. જે ફ્લાઈટને 16 નવેમ્બરે ટેક ઓફ કરવાની હતી, તે ઘણી ડિલે થયા બાદ અંતમાં રદ કરી દેવાઈ. ત્યારથી મુસાફર ફુકેટમાં જ છે. આ જાણકારી ફ્લાઈટના પેસેન્જર્સે સોશિયલ મીડિયા વેબસાઈટ X પર આપી.
એર ઈન્ડિયાની આ ફ્લાઈટ 16 નવેમ્બરે સાંજે 5.50 વાગે ફુકેટથી દિલ્હી માટે ઉડાન ભરવાની હતી. શરૂઆતમાં જેમાં મોડું થયુ પરંતુ બાદમાં ફ્લાઈટને રદ કરી દેવાઈ. તેનાથી મુસાફર અસમંજસમાં પડી ગયા. તેમણે પોતાની આપબીતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક યુઝરે લખ્યુ, એર ઈન્ડિયાના કારણે થાઈલેન્ડના ફુકેટમાં 100થી વધુ મુસાફર ફસાયેલા છે. જેમાં નાના બાળકો અને તે લોકો સામેલ છે જેની જરૂરી એપોઈન્ટમેન્ટ છે. ફ્લાઈટ AI 377ને 16 નવેમ્બરે ડિપાર્ટ કરવાની હતી. જેમાં પહેલા મોડું થયુ અને પછી કેન્સલ કરી દેવાઈ.'
એટલું જ નહીં, અમુક પેસેન્જર્સે જણાવ્યું કે ફ્લાઈટ રદ થવાના કારણે તેમની કનેક્ટિંગ ટ્રેન અને ટેક્સીઓ છુટી ગઈ છે. એક અન્ય પેસેન્જરે પોસ્ટ કરીને લખ્યું, 'આ હકીકતમાં ખૂબ ભયાનક સ્થિતિ છે. કનેક્ટિંગ ટ્રેનો, કેબ, બે દિવસ સુધી ફ્લાઈટ રદ થવાના કારણે છુટી ગઈ. ખરાબ વિમાનના કારણે લોકોને વ્યક્તિગત નુકસાન શા માટે સહેવું પડે?'
આ પણ વાંચો: પુતિનની ધમકી બાદ અમેરિકાનો મોટો નિર્ણય, યુક્રેનમાં એમ્બેસી બંધ કરી અમેરિકન નાગરિકોને એલર્ટ કર્યા
રિપોર્ટ અનુસાર લોકોએ એર ઈન્ડિયા પર ખરાબ વિમાનના કારણે મુસાફરનો જીવ જોખમમાં નાખવાનો આરોપ લગાવ્યો. એક યુઝરે લખ્યું, 'ફ્લાઈટ ઉડવા માટે ફિટ નહોતી. કોઈ એરલાઈન 150થી વધુ મુસાફરોનો જીવ જોખમમાં નાખવાની પરવાનગી કેવી રીતે આપી શકે છે? આ પાયલટના શબ્દ છે. ફ્લાઈટ ઉડવા માટે યોગ્ય નથી. તેમ છતાં તેણે લોકોનો જીવ જોખમમાં મૂકીને ઉડાન ભરી. કોણ આની જવાબદારી લેશે?' મુસાફરોએ એ પણ દાવો કર્યો કે એર ઈન્ડિયાએ ના તો તેમની ટિકિટના રૂપિયા પાછા આપ્યા અને મુસાફરી માટે કોઈ અન્ય સાધનની વ્યવસ્થા પણ કરી આપી નહીં.
કંપનીએ શું કહ્યું?
મામલો સામે આવ્યા બાદ એર ઈન્ડિયાએ દાવો કર્યો કે કંપનીએ લોકોના રોકાવાની, વૈકલ્પિક ફ્લાઈટ અને રિફંડની વ્યવસ્થા કરાવી હતી. '16 નવેમ્બરે ફુકેટથી દિલ્હી માટે ઉડાન ભરનારી AI377ના પેસેન્જર્સને થયેલી અસુવિધા માટે એર ઈન્ડિયાને ખેદ છે. આ ફ્લાઈટ ટેકનિકલ સમસ્યાના કારણે રદ કરી દેવાઈ હતી જ્યારે ગ્રાઉન્ડ પર હાજર અમારા કર્મચારીઓએ તેમની અસુવિધાને ઘટાડવાનો પ્રયત્ન કર્યો. હોટલમાં રહેવા અને ભોજન-પાણી સહિત તમામ પ્રકારની ઓન-ગ્રાઉન્ડ મદદ કરી. અમુક પેસેન્જર્સને વૈકલ્પિક ઉપલબ્ધ ફ્લાઈટોમાં એડજસ્ટ કરવામાં આવ્યા.' એરલાઈન્સે જણાવ્યું કે મુસાફરોને ફુલ રિફંડ અને ફ્લાઈટ રીશેડ્યૂલ કરવાના વિકલ્પ પણ આપવામાં આવ્યા હતા.