એર ઈન્ડિયાની એર હોસ્ટેસ સાથે લંડનની હોટેલમાં મારપીટ, હુમલાખોર રૂમમાં ઘૂસ્યો અને પછી...
Air India's Air Hostess Assaulted In London: લંડનની એક હોટલમાં એર ઈન્ડિયાની એર હોસ્ટેસ સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. હોટલમાં એર હોસ્ટેસ પર તેના રૂમમાં એક અજાણ્યા હુમલાખોરે ઘાતકી હુમલો કર્યો હતો .
આરોપ છે કે એક અજાણ્યો વ્યક્તિ એર હોસ્ટેસના રૂમમાં ઘૂસી ગયો અને તેની સાથે મારપીટ કરવા લાગ્યો હતો. હુમલાખોરે કપડાના હેંગર વડે એર હોસ્ટેસને માર માર્યો હતો અને પછી તેને ફ્લોર પર ઘસેડી હતી. એર હોસ્ટેસ ચીસો પડતાં બાજુના રૂમમાં રહેતા લોકો તાત્કાલિક મદદ માટે આવ્યા હતા અને હુમલાખોરને પકડી લીધો હતો.
એર ઈન્ડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે હવે આ મામલાની તપાસ કરી રહી છે. અને એર હોસ્ટેસને માનસિક સારવાર અપાઈ રહી છે. અને ભારપૂર્વક જણાવ્યું કે અમે આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ રીતે તેની સાથે ઊભા છે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અમારા પાર્ટનર અને તેમની ટીમ સાથે ચર્ચા કરીને મહત્તમ મદદ કરી રહ્યા છીએ. અમે એક મોટી આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા સંચાલિત હોટલમાં ઘૂસણખોરીની ગેરકાયદેસર ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ, જેણે અમારા એક ક્રૂ મેમ્બર પર હૂમલો કર્યો હતો. એર ઈન્ડિયા સ્થાનિક પોલીસ અને હોટલ મેનેજમેન્ટ સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને. અમે વિનંતી કરીએ છીએ કે સામેલ લોકોની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે. આ ઘટનાને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અને એર હોસ્ટેસને ન્યાય મળે તે માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ સમય દરમિયાન તેની સુરક્ષા, ગોપનીયતા અને સુખાકારીનું સન્માન કરવાની અપીલ કરીએ છીએ.