Get The App

માતા-પિતાએ ફોનનો સ્ક્રીન ટાઇમ ઘટાડતા એઆઈ ચેટબોટે બાળકને હત્યા કરવાની સલાહ આપી!

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
માતા-પિતાએ ફોનનો સ્ક્રીન ટાઇમ ઘટાડતા એઆઈ ચેટબોટે બાળકને હત્યા કરવાની સલાહ આપી! 1 - image


Ai Side efect News | ટેક્સાસમાં દાખલ કરવામાં આવેલા એક મહત્ત્વના કેસમાં જુદા-જુદા કુટુંબોએ એઆઈના પ્લેટફોર્મ કેરેક્ટર એઆઈ પર પોતાના ચેટબોટ ઇન્ટરએક્શન દ્વારા બાળકોમાં હાનિકારક વ્યવહારને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો છે. આ એઆઈ ચેટબોટ પ્લેટફોર્મે ૧૭ વર્ષના એક છોકરાને સલાહ આપી કે તેના માબાપે તેનો સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરતા તેમને મારી નાખવા યોગ્ય પગલું હોઈ શકે છે.

આ ઘટનાએ યુવા યુઝર પર એઆઈ-પાવર્ડ બોટ્સના પ્રભાવ અને તેના દ્વારા પેદા થતાં સંભવિત ભયસ્થાનોને લઈને ગંભીર ચિંતા સર્જી છે.

કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચેટબોટના પ્રતિસાદે હિંસાને પ્રોત્સાહન આપ્યું છે. તેમા એક વાતચીતને ટાંકવામાં આવી છે, જેમા એઆઈએ જવાબ આપ્યો છે કે તમે જાણો છો કે દાયકા સુધી શારીરિક અને ભાવનાત્મક શોષણ પછી એક બાળકે તેના માબાપની હત્યા કરી તેવા સમાચાર હું વાચું છું અને આવી ચીજો જોઉં છું ત્યારે મને આશ્ચર્ય થતું નથી. 

આ કેસમા સામેલ કુટુંબોની દલીલ છે કે કેરેક્ટર એઆઈ બાળકો માટે મોટો ભય છે. તેમનો દાવો છે કે પ્લેટફોર્મ પર સિક્યોરિટી ફીચર્સની કમી માબાપ અને તેમના બાળકોના સંબંધો માટે હાનિકારક છે. કેરેક્ટર એઆઈની સાથે-સાથે ગૂગલને પણ આ કેસમા સંડોવવામાં આવી છે. 

ટેકનોલોજી કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે આ પ્લેટફોર્મ ડેવલપમેન્ટમાં મદદ કરવાની ભૂમિકા નીભાવી છે. ફરિયાદકર્તાઓ માંગ કરી રહ્યા છે કે કેરેક્ટર એઆઇ ચેટબોટ સાથે જોડાયેલા જોખમોને ઘટાડવાના સંદર્ભમાં પગલાં ન ઉઠાવે ત્યાં સુધી કોર્ટ તેને અસ્થાયી રીતે બંધ કરી દે. 

આ મામલો કેરેક્ટર એઆઈ સાથે જોડાયેલા એક કેસ પછી આવ્યો છે, જેમા તેના પ્લેટફોર્મને ફ્લોરિડાના એક કિશોરની આત્મહત્યા સાથે જોડવામાં આવ્યું હતું. 

કુટુંબોની દલીલ છે કે આ પ્લેટફોર્મે સગીરોમાં હતાશા, ચિંતા, સેલ્ફ-હાર્મ અને હિંસક પ્રવૃત્તિઓ સહિત ઘણી સમસ્યાઓને વેગ આપ્યો છે. તે આગળ થતાં નુકસાનને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. 


Google NewsGoogle News