પાક.ના પંજાબમાં અહેમદીઓના ત્રણ પ્રાર્થના સ્થળોના મિનારા તોડી પડાયા

ચાલુ વર્ષમાં લઘુમતી અહેમદી સમુદાય વિરુદ્ધના હુમલાઓની સંખ્યા વધીને ૩૧

તેહરીકે લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી)ના કાર્યકરોનો હુમલો

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News


(પીટીઆઇ)     લાહોર, તા. ૧૮પાક.ના પંજાબમાં અહેમદીઓના ત્રણ પ્રાર્થના સ્થળોના મિનારા તોડી પડાયા 1 - image

પાકિસ્તાનમાં નવેસરથી અહેમદી સમુદાય વિરુદ્ધ હુમલા કરવામાં આવ્યા છે. પેજાબ પ્રાંતના વિવિધ જિલ્લાઓમાં લઘુમતીઓની ત્રણ મસ્જિદોના મિનારા તોડી પાડવામાં આવ્યા છે. કટ્ટરવાદીઓના જણાવ્યા અનુસાર આ મિનારાઓથી એવું લાગતું હતું કે આ મુસ્લિમોની મસ્જિદ છે.

ઉલ્લેખનીય છે કે એસ સપ્તાહ અગાઉ પણ અહેમદી સમુદાયના પ્રાર્થના સ્થળનિ ંકમાનો તોડી નાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે ૧૯૮૪માં લઘુમતી સમુદાયના પ્રાર્થના સ્થળોને નુકસાન પહોંચાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હાઇકોર્ટના આદેશનો ભંગ કરી અહેમદી સમુદાયના પ્રાર્થના સ્થળોને નિશાન બનાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સંસદે ૧૯૭૪માં અહેમદી સમુદાયને બિન મુસ્લિમ જાહેર કર્યો હતો. તેમના પર પોતાની જાતને મુસ્લિમ દર્શાવવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જમાતે એહમદીયા પાકિસ્તાનના અમરી મેહમૂદે પત્રકારોને જણાવ્યું હતું કે અહેમદી પ્રાર્થના સ્થળોના મિનારાઓને મુસ્લિમ મસ્જિદના મિનારા જેવા ગણાવી તેહરીકે લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી)ના કાર્યકરોએ પંજાબના શેખપુરા, બહાવલનગર અને બહાવલપુર જિલ્લાઓમાં ત્રણ અહેમદી પ્રાર્થના સ્થળો પર હુમલા કરી તેના મિનારા તોડી પાડયા હતાં.

આ સાથે જ ચાલુ વર્ષમાં અહેમદી સમુદાય પર હુમલાઓની સંખ્યા વધીને ૩૧ થઇ ગઇ છે. મેહમૂદે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં અહેમદી સમુદાય માટે દિવસેને દિવસે સ્થિતિ ખરાબ થઇ રહી છે.

 

 


Google NewsGoogle News