Get The App

બાંગ્લાદેશમાં 48 કલાકમાં ત્રણ હિન્દુઓ મંદિરો પર હુમલા: તોડફોડમાં મૂર્તિઓ પણ થઈ ખંડિત

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં 48 કલાકમાં ત્રણ હિન્દુઓ મંદિરો પર હુમલા: તોડફોડમાં મૂર્તિઓ પણ થઈ ખંડિત 1 - image


Bangladesh Temple Vandalism: બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ત્યાં સતત હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હિન્દુઓના ઘર અને મંદિર પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ જ કડીમાં બાંગ્લાદેશના મૈમનસિંહ અને દિનાજપુરમાં બદમાશોએ બે દિવસની અંદર ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરીને આઠ મૂર્તિઓને ખંડિત કરી દીધી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસે એક મંદિરમાં તોડફોડના મામલે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ સતત હિંસાની ઘટના સામે આવી રહી છે ત્યારે આ વધુ એક નવી ઘટના સામે આવી છે. 

મૂર્તિઓને ખંડિત કરવામાં આવી

મૈમનસિંહના હલુઆઘાટ ઉપ જિલ્લામાં ગુરુવાર અને શુક્રવારની સવારે બે મંદિરોની ત્રણ મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે. મંદિરના સૂત્રો અને સ્થાનિક લોકોનો હવાલો આપતા હલુઘાટ પોલીસ સ્ટેશનના પ્રભારી અબુલ ખૈરે જણાવ્યું કે, શુક્રવારે વહેલી સવારે બદમાશોએ હાલુઘાટના શાકુઆઈ સંઘ સ્થિત બોંદરપારા મંદિરની બે મૂર્તિઓને ખંડિત કરી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કુવૈત, 43 વર્ષ બાદ ફરી બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ થવાની સંભાવના

તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ કેસ દાખલ કરવામાં નથી આવ્યો અને ન તો કોઈની ધરપકડ થઈ છે. બદમાશોએ ગુરુવારે વહેલી સવારે એક અન્ય ઘટનામાં હલુઆઘાટના બેલડોરા સંઘમાં પોલાશકંદ કાલી મંદિરમાં એક મૂર્તિને ખંડિત કરી દીધી હતી. 

પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી

પોલીસે શુક્રવારે પોલાશકંદ ગામના 27 વર્ષીય એક વ્યક્તિની આ ઘટનામાં કથિત સંડોવણીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રભારી અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલ અલાલઉદ્દીને પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કર્યો છે. આ પહેલા ગુરુવારે પોલાશકંદ કાલી મંદિર સમિતિના અધ્યક્ષ સુવાશ ચંદ્ર સરકારે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધ્યો તણાવ

હિન્દુ લઘુમતીઓ પર હુમલાને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ઢાકામાં બાંગ્લાદેશી અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશે શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ લઘુમતીઓ, મુખ્યત્વે હિન્દુઓ સામે સાંપ્રદાયિક હિંસાની 88 ઘટનાઓ સ્વીકારી છે. આ ઘટનાઓએ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી લીધા છે. 


Google NewsGoogle News