યુક્રેન- રશિયા, ઇઝરાયલ -પેલેસ્ટાઇન પછી અમેરિકાની પણ યુધ્ધ લડવાની તૈયારીઓ ?

અમેરિકી કોંગ્રેસ દ્વારા નિયુકત કરવામાં આવેલી બે ગુ્પની પેનલનો અહેવાલ

છેલ્લા બે વર્ષથી દુનિયા સતત પરમાણુ ધમકીઓ વચ્ચે જીવી રહી છે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
યુક્રેન- રશિયા, ઇઝરાયલ -પેલેસ્ટાઇન પછી અમેરિકાની પણ  યુધ્ધ લડવાની તૈયારીઓ ? 1 - image


ન્યૂયોર્ક,૧૩ ઓકટોબર,૨૦૨૩,શુક્રવાર 

યુક્રેન અને રશિયા પછી મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે પણ યુધ્ધ ફાટી નિકળ્યું છે તેનું નેતૃત્વ આતંકી સંગઠન હમાસ કરી રહયું છે. ઇઝરાયેલ દ્વારા હમાસ પર ગાજાપટ્ટી વિસ્તારમાં જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી આરબ જગતમાં હલચલ મચી ગઇ છે. એક સમયે સાઉદી અરેબિયા ઇઝરાયેલને દેશ તરીકે માન્યતા આપવાના મૂડમાં હતું પરંતુ હવે પરીસ્થિતિ બદલાઇ રહી છે.

અમેરિકા અને ચીન વચ્ચે પણ તાઇવાન મુદ્વે ઘણા સમયથી તણાવ ચાલે છે. આ તણાવ સતત વધતો જાય છે.છેલ્લા બે વર્ષથી દુનિયા સતત પરમાણુ ધમકીઓ વચ્ચે જીવી રહી છે અને વિશ્વ યુધ્ધ તરફ જઇ રહી હોવાની ઘટનાઓ બનતી જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકી કોંગ્રેસ દ્વારા નિયુકત કરવામાં આવેલી બે ગુ્પની પેનલે અમેરિકાને પોતાની સેનાઓનો વિસ્તાર કરવા અને નાટો સંગઠનને મજબૂત કરવા પર ભાર મુકયો છે.

યુક્રેન- રશિયા, ઇઝરાયલ -પેલેસ્ટાઇન પછી અમેરિકાની પણ  યુધ્ધ લડવાની તૈયારીઓ ? 2 - image

રશિયા અને ચીનનો મુકાબલો કરવા માટે પરમાણુ હથિયારોના કાર્યક્રમને વિસ્તારની પણ વાત કરવામાં આવી છે.વેબસાઇટ રોયટર્સના જણાવ્યા અનુસાર અમેરિકાની પેનલનો અહેવાલ ચીન સાથે તાઇવાન અને રશિયા સાથે યુક્રેન બાબતે મતભેદોની વચ્ચે આવી છે.જો કે  આ રિપોર્ટને તૈયાર કરનારા એક વરિષ્ઠ અધિકારીએ નામ નહી આપવાની શરતે કહયું હતું કે રશિયા અને ચીન વચ્ચે કોઇ પણ પ્રકારનું સામરિક ગઢબંધન અમને યુધ્ધ તરફ દોરી જાય છે એની મને ખૂબ ચિંતા છે.

એવું માનવામાં આવે છે કે અમેરિકી કોંગ્રેસ દ્વારા નિયુકત દ્વીપક્ષીય પેનલનો રિપોર્ટ અમેરિકામાં જોવા મળતી રાષ્ટ્રીય સુરક્ષાનીતિને બદલી શકે છે કારણ કે રાષ્ટ્રપતિ બાયડનને સંરક્ષમ ખર્ચમાં વધારો કરવા માટે કોંગ્રેસ (અમેરિકી સંસદ)ની જરુર પડશે પરંતુ ટુંક સમયમાં કોઇ મદદ મળે તેવી શકયતા ઓછી છે.



Google NewsGoogle News