ટ્રમ્પની ધમકી બાદ અકળાયા પુતિન, કહ્યું - ડૉલરના સહારે અમેરિકા બીજા દેશોનું શોષણ કરે છે
Vladimir Putin On Donald Trump: ડૉલરનો વિકલ્પ શોધવા પર ભાર મૂકી ચૂકેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને બુધવારે દેશોના વિદેશી ચલણને રાખવાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા છે. પુતિને કહ્યું કે, આવા ચલણની શું જરૂર છે જેન રાજકીય કારણોસર સરળતાથી જપ્ત કરી શકાય છે. નોંધનીય છે કે 2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ લગભગ 300 બિલિયન ડૉલરના રશિયન ભંડારને ફ્રીઝ કરી દીધું હતું. G7 દેશો વચ્ચે એ વાત પર ચર્ચા ચાલી રહી છે યુક્રેનને સમર્થન આપવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. એક કાર્યક્રમમાં પુતિને કહ્યું કે, એક મોટો સવાલ એ છે કે, જો વિદેશી ચલણ આટલી સરળતાથી ગુમાવી શકાય તો શા માટે તેને જમા કરવું જોઈએ? તેમણે કહ્યું કે, વિદેશી સંપત્તિઓ રાખવા કરતાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને શિક્ષણમાં રોકાણ કરવું વધુ નફાકારક છે.
ડૉલરના સહારે અમેરિકા બીજા દેશોનું શોષણ કરે છે
પુતિને કહ્યું કે, 'વર્તમાન અમેરિકન પ્રશાસન વૈશ્વિક અર્થતંત્રમાં રિઝર્વ ચલણ તરીકે અમેરિકન ડૉલરની ભૂમિકાને નબળો રાજકીય હેતુ માટે ઉપયોગ કરીને નબળું પાડી રહી છે, જેનાથી ઘણા દેશો ક્રિપ્ટોકરન્સી સહિતના અન્ય વિકલ્પો તરફ વળવા માટે મજબૂર થઈ રહ્યા છે. ડૉલરનો વૈશ્વિક ચલણ તરીકે ઉપયોગ અમેરિકાને ઘણા પૈસા આપે છે. ડૉલરના કારણે અમેરિકા પોતાના લાભ માટે વિશ્વની અન્ય અર્થવ્યવસ્થાઓનું શોષણ કરે છે. ડૉલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો એ એક વાત છે અને તેનો ઉપયોગ ન કરવો એ બીજી વાત છે. ટ્રમ્પ ચાર વર્ષથી વ્હાઇટ હાઉસમાં નહોતા. આ દરમિયાન વિશ્વની અર્થવ્યવસ્થા તેમજ અમેરિકન અર્થતંત્રમાં કેટલાક ફેરફારો થયા છે. તેના વિરોધીઓએ આંતરરાષ્ટ્રીય રિઝર્વ ચલણ તરીકે ડૉલરના મૂળભૂત આધારને નબળો પાડવા માટે ઘણું બધુ કર્યું છે. તેમણે ખુદ પોતાના હાથે ડૉલરનો રાજકીય ઉપયોગ કર્યો છે.'
આ પણ વાંચો: અમેરિકા ડોલરનો રાજકીય હથિયાર તરીકે ઊપયોગ કરી રહ્યું છે : પુતિન
બિટકોઈનનું સમર્થન
પુતિને આગળ કહ્યું કે, વિશ્વ અર્થતંત્રમાં અમેરિકાનો હિસ્સો ઘટી રહ્યો છે અને ડૉલરનો પ્રભાવ પણ ઘટી રહ્યો છે. આ જ કારણ છે કે અમે અન્ય માધ્યમોનો ઉપયોગ માટે વિકલ્પો શોધી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે બિટકોઈન. તેનો ઉપયોગ પર કોણ રોક લગાવી શકે છે? અથવા અન્ય ઈલેક્ટ્રોનિક પદ્ધતિઓનો ઉપયોગ. કોઈ તેમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકે નહીં કારણ કે આ નવી તકનીકો છે. ડૉલરથી કંઈ પણ થઈ શકે છે. આ સાધનોનો ઉપયોગ વધશે. ડૉલરને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
ટ્રમ્પે આપી હતી ધમકી
નોંધનીય છે કે ગત અઠવાડિયે નવા ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને અમેરિકી ડૉલરની જગ્યાએ અન્ય કોઈ ચલણનો ઉપયોગ કરવા અંગેચેતવણી આપી હતી. ટ્રમ્પે ભારત, રશિયા, ચીન અને બ્રાઝિલ સહિત નવ દેશોના સમૂહ BRICSને વચન આપવા કહ્યું છે કે તેઓ આમ નહીં કરે નહીંતર તો તેમના પર 100% ટેરિફ લાદવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, બ્રિક્સ દેશો, ખાસ કરીને રશિયા અને ચીને યુએસ ડૉલરના વિકલ્પ તરીકે પોતાનું બ્રિક્સ ચલણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, ભારત હજુ સુધી આવા કોઈ પગલામાં સામેલ નથી રહ્યું.