Get The App

બાઈડેનના ખસી જતાં અમેરિકામાં થશે 'ખેલા હોબે', હજુ તો કમલા હેરિસના માર્ગમાં અનેક અડચણો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
બાઈડેનના ખસી જતાં અમેરિકામાં થશે 'ખેલા હોબે', હજુ તો કમલા હેરિસના માર્ગમાં અનેક અડચણો 1 - image


Image: Facebook

US Presidential Election 2024: પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂર્વ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ રવિવારે રાષ્ટ્રપતિ જો બાઈડનના રાષ્ટ્રપતિ પદની રેસથી અલગ થવાના નિર્ણયના વખાણ કર્યાં પરંતુ 5 નવેમ્બરે થનારી ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું સમર્થન કરવાથી ઈનકાર કરી દીધો છે, જ્યારે ઓબામાને કમલા હેરિસના રાજકીય ગુરુ માનવામાં આવે છે, તેમ છતાં તેમણે તાત્કાલિક હેરિસનું સમર્થન કરવાથી ઈનકાર કરી દીધો છે.

ઉંમરથી લઈને તમામ ટીકાઓ બાદ આખરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન રાષ્ટ્રપતિ પદની રેસથી હટી ગયા છે. બાઈડને રવિવારે રાષ્ટ્રપતિ પદની રેસથી પોતાને અલગ કરી દીધાં. આ સાથે જ તેમણે પોતાના સાથી અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને નવા રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું છે. આ નિર્ણય બાદ અમેરિકાથી લઈને સમગ્ર દુનિયામાં સનસની ફેલાઈ ગઈ. જોકે કમલા હેરિસની રાષ્ટ્રપતિ ઉમેદવારી પર હજુ ખૂબ ખેલ થવાનો બાકી છે. 

હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણી કમલા હેરિસ સાથે થશે. રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ કમલા હેરિસ એક મુખ્ય રાજકીય પાર્ટીની ટિકિટ પર આગળ વધનારી પહેલી અશ્વેત મહિલા અને પહેલી એશિયાઈ અમેરિકી બની શકે છે. તેમણે એક નિવેદનમાં કહ્યું, રાષ્ટ્રપતિનું સમર્થન મેળવીને સન્માનિત અનુભવી રહી છું અને મારો ઈરાદો આ નામાંકનને મેળવવો અને જીતવાનો છે.

હજુ શું ખેલ બાકી?

બાઈડન દ્વારા કમલા હેરિસને રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે જાહેર કર્યાં બાદ એ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે કે તેઓ જ રાષ્ટ્રપતિ ઉમેદવાર હશે પરંતુ ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર પસંદગી સમિતિએ હજુ એ નક્કી કરવાનું હશે કે રાષ્ટ્રપતિ પદ માટે આગામી ઉમેદવાર કોણ હશે. રાષ્ટ્રપતિની રેસમાં ઘણા નામ હાલ ચાલી રહ્યાં છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિની રેસમાં કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ, મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિટમર, પેન્સિલ્વેનિયાના ગવર્નર જોશ શાપિરોની સાથે 6 નામ અન્ય છે. હવે જોવાનું એ છે કે આખરે ડેમોક્રેટિક પાર્ટી કેવી રીતે પોતાનો ઉમેદવાર જાહેર કરે છે.

બાઈડન પર સવાલ ઉઠી રહ્યાં હતાં

બાઈડનનું ઐતિહાસિક સમર્થન અને હેરિસની પાર્ટીને તેમની પાછળ એકત્ર કરવાની પ્રતિજ્ઞા રવિવારે ત્યારે આવી જ્યારે તેમણે જાહેરાત કરી કે ડેમોક્રેટિક પાર્ટીની અંદર અઠવાડિયા સુધી ચાલેલી અવ્યવસ્થા બાદ તેઓ ફરીથી ચૂંટણી લડવાની પોતાની દાવેદારી છોડી રહ્યાં છે. રાષ્ટ્રપતિની અટપટી ચર્ચાએ તેમના બીજા કાર્યકાળને જીતવા અને આગામી ચાર વર્ષો સુધી શાસન કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા.

બાઈડને કેવી રીતે નિર્ણય લીધો

આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે હેરિસને હરાવવા બાઈડન કરતાં સરળ હશે. ટ્રમ્પે બાઈડન દ્વારા પોતાના નિર્ણયની જાહેરાતના તાત્કાલિક બાદ આ ટિપ્પણી કરી. બાઈડને રાષ્ટ્રપતિ ઉમેદવારની રેસથી બહાર થવાનો અંતિમ નિર્ણય છેલ્લા 48 કલાકમાં લીધો. કેમ કે તેમણે કોવિડથી ઉભર્યા દરમિયાન પરિવાર અને ઉચ્ચ સલાહકારો સાથે ટેલિફોન પર સલાહ લીધી હતી. મામલાથી પરિચિત એક સૂત્રએ જણાવ્યું કે રેસથી બહાર થવાનું આયોજન શનિવાર રાતથી શરૂ થયું અને રવિવારે તેને અંતિમરૂપ આપવામાં આવ્યું.


Google NewsGoogle News