Get The App

ફિલિપાઈન્સ બાદ હવે વધુ એક દેશ ભારત પાસેથી ઘાતક બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

Updated: Jul 20th, 2022


Google News
Google News
ફિલિપાઈન્સ બાદ હવે વધુ એક દેશ ભારત પાસેથી ઘાતક બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે 1 - image

નવી દિલ્હી,તા.20 જુલાઈ 2022,બુધવાર

ભારતનુ ઘાતક બ્રહ્મોસ મિસાઈલ દુશ્મન દેશોને ધ્રુજાવતુ હોય છે.

બ્રહ્મોસની ખ્યાતિ હવે બીજા દેશોમાં પણ પ્રસરી રહી છે. ફિલિપાઈન્સ બાદ ઈન્ડોનેશિયાએ પણ બ્રહ્મોસનુ એન્ટી શિપ વર્ઝન ખરીદવાનુ નક્કી કર્યુ છે. આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચે આ માટે સોદો થાય તેવી શક્યતા છે.

સુપર સોનિક ક્રુઝ મિસાઈલ ખરીદવા માટે બંને દેશો વચ્ચે થઈ રહેલી વાતચીત અંતિમ તબક્કામાં છે. ઈન્ડોનેશિયાના કેટલાક આંતરિક મામલાઓનુ વિઘ્ન ના નડ્યુ હોત તો ડીલ અત્યાર સુધીમાં ફાઈનલ થઈ ગઈ હોત.

2018માં જ ઈન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઈન્ડોનેશિયા બ્રહ્મોસનુ જે વર્ઝન ખરીદવા માંગે છે તે જહાજો પર ફિટ કરી શકાય છે. આ માટે ભારત અને રશિયાની કંપની બ્રહ્મોસ એરોસ્પેસ જોઈન્ટ વેન્ચરની એક ટીમ ઈન્ડોનેશિયાની મુલાકાત લઈ ચુકી છે.

બ્રહ્મોસની ઝડપ અવાજ કરતા ત્રણ ગણી વધારે છે. ઈસ્ટ એશિયાના બીજા દેશો મલેશિયા, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામ પણ તેને ખરીદવામાં રસ બતાવી રહ્યા છે. બ્રહ્મોસને જહાજ, જમીન કે સબમરિન પરથી લોન્ચ કરી શકાય છે.

Tags :