નેતન્યાહૂ ફરી ફસાયા, નવા મોરચે યુદ્ધ શરૂ કર્યું અને રિઝર્વ ફોર્સ ખૂટી પડી! ઈઝરાયલ ટેન્શનમાં
Israel Soldiers Shortage: ગાઝામાં ઈઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયો તેનો એક વર્ષથી વધુનો સમય થઈ ચુક્યો છે. આ દરમિયાન ઈઝરાયલ મિડલ ઈસ્ટમાં ઘણી જગ્યાએ યુદ્ઘ લડી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ઈઝરાયલમાં સૈનિકોની ઉણપ સામે આવી છે. સેનાના રિઝર્વ સૈનિક થાકી ચુક્યા છે અને લેબેનોનમાં નવા આક્રમણ પહેલાં ઈઝરાયલ સૈનિકોની ભરતી પણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. સેના અનુસાર, 7 ઓક્ટોબર 2023એ હમાસના હુમલા બાદથી લગભગ 3 લાખ રિઝર્વ સૈનિકોને બોલાવવામાં આવ્યા છે.
367 સૈનિકની મોત
તેમાંથી 18 ટકા 40 વર્ષથી વધારે ઉંમરના પુરૂષ છે, જેને છૂટ આપવી જોઈતી હતી. નોંધનીય છે કે, ઈઝરાયલમાં પુરૂષો અને મહિલાઓ માટે 18 વર્ષની ઉંમર બાદ સૈન્ય સેવા આપવી અનિવાર્ય હોય છે. જોકે, તેમાં છૂટ પણ આપવામાં આવે છે. ગત વર્ષે 27 ઓક્ટોબરે ગાઝામાં જમીની હુમલા શરૂ કર્યા બાદ આ યુદ્ધમાં અત્યાર સુધી 367 સૈનિકની મોત થઈ ચુકી છે. વળી, લેબેનોનમાં હિઝબુલ્લાહ સામે યુદ્ધમાં 30 સપ્ટેમ્બરથી ઈઝરાયલના 37 સૈનિકોની મોત થઈ ચુકી છે.
આ પણ વાંચોઃ ગાઝા પર ઈઝરાયલે બોમ્બ વરસાવ્યા, મહિલાઓ-બાળકો સહિત 88ના મોત
ઈઝરાયલ પાસે હવે નથી સૈનિકો?
ભલે સરકાર રિઝર્વિસ્ટો માટે ન્યૂનતમ આવકની ગેરંટી આપે પરંતુ, યુદ્ધના કારણે ઘણાં લોકોને પોતાની દુકાન બંધ કરવી પડી છે. રિઝર્વિસ્ટ એરિયલ સેરી-લેવીએ જણાવ્યું કે, 7 ઓક્ટોબરના હુમલા બાદથી તેને ચાર વખત બોલાવવામાં આવ્યા હતાં અને તેમને ચાર વખત બોલાવવામાં આવ્યા હતાં. તેઓએ એ લોકોને બોલાવ્યા જે ઈઝરાયલ-લેબેનોન અને ગાઝામાં સંઘર્ષ ચાલુ રાખવા માગે છે. તેઓએ કહ્યું કે, 'આપણે આ યુદ્ધ ખતમ કરવું પડશે, કારણકે આપણી પાસે સૈનિક નથી. જોકે, તેઓ હજુય પોતાના દેશની સેવા કરવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ હવે વાત વધી ગઈ છે.' એક અન્ય રિઝર્વિસ્ટે કહ્યું, શારીરિક અને માનસિક થાકના કારણે તેણે પોતાની નોકરી ગુમાવી દીધી છે.
આ પણ વાંચોઃ યુ.એન.રીલીફ એજન્સી પર ઇઝરાયેલે રોક મુકી પરિણામે, ગાઝામાં સહાય કાર્ય સ્થગિત થયું
સૈનિકોની માગ
ધાર્મિક ઝિઓનિસ્ટ આંદોલન સાથે સંકળાયેલા રિઝર્વિસ્ટોની લગભગ 2,000 પત્નીઓએ એક ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતાં. જેમાં લશ્કરમાં સેવા આપતા લોકો માટે બોજ હળવો કરવાની માગ કરવામાં આવી છે. 22 થી 28 ઓક્ટોબરની વચ્ચે છૂટના પાત્ર હોવા છતાં પોતાના યુદ્ધમાં સામેલ થયેલા છ લોકોની યુદ્ધમાં મોત થઈ છે. સાત બાળકોના એક પિતાએ એએફપીએ જણાવ્યું, 'સૌથી મોટી વાત છે કે, આપણે ન ભૂલવું જોઈએ કે, આ યુદ્ધ છે અને આપણી પાસે સૈનિકોની ઉણપ છે.'