Get The App

ઓબામા પછી કમલા હેરિસનું લગ્નજીવન પણ સંકટમાં? આખરે કેમ ઊડી છૂટાછેડાની અફવા

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
Kamala Harris and husband


Kamala Harris May Be Getting A Divorce : 20 જાન્યુઆરીના રોજ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ સમારોહ યોજાઈ ગયો ત્યારે દુનિયાભરની નજર એ ઘટના પર હતી, પણ અમેરિકામાં એ દરમિયાન કંઈક એવું બની રહ્યું હતું, જેના લીધે ટ્રમ્પ જેટલી જ ચર્ચા એમની સામે પ્રમુખ પદ હારનાર કમલા હેરિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પણ થઈ રહી હતી. ચાલો, જાણીએ કે શું હતું એ ચર્ચાનું કારણ. 

દંપતીઓ વિશે ચાલી આવી અટકળો 

બરાક અને મિશેલ ઓબામા તથા કમલા હેરિસ અને ડગ એમહોફ અમેરિકાના બે સૌથી શક્તિશાળી યુગલ ગણાય છે, તેથી તેમને લગતી કોઈપણ બાબત ચર્ચાને ચકડોળે ચઢે એમાં નવાઈ નથી. તાજેતરમાં બંને દંપતીઓના લગ્નજીવનમાં બધું સમુસુથરું નથી ચાલી રહ્યું, એ પ્રકારની અફવાઓ ઊડી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર અટકળોનું મોજું ફરી વળ્યું છે.

આ કારણસર અફવાઓ ઊડી 

તાજેતરમાં યોજાઈ ગયેલા બે જાહેર સમારંભમાં બરાક ઓબામાએ એકલા હાજરી આપી હતી. સમારંભ હતા ટ્રમ્પનો શપથ સમારોહ અને 9 જાન્યુઆરીના રોજ આયોજિત ભૂતપૂર્વ પ્રમુખ જિમી કાર્ટરના અંતિમ સંસ્કાર. બંને હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં મિશેલ ઓબામાની ગેરહાજરીની નોંધ લોકોએ લીધી હતી અને એ પછી જ ઓબામા દંપતીના અંગત જીવનમાં મુશ્કેલીઓ હોવાની અફવાઓ વધુ તીવ્ર બની છે. 

પ્રમુખ-પતિએ પત્નીને વિશ કર્યું

અફવાઓ વચ્ચે કંઈક એવું પણ બન્યું હતું જેણે લોકોને વિચારતાં કરી દીધા છે. 17 જાન્યુઆરીના રોજ મિશેલ ઓબામાનો જન્મ દિવસ હતો. એ નિમિત્તે ઓબામાએ તેમની પત્ની માટે જન્મદિવસની એક મીઠી નોંધ પોસ્ટ કરી હતી, જેને લીધે ઓબામા દંપતીનો શુભચિંતક વર્ગ તેમની વચ્ચે કોઈ તકલીફ ન હોવાનું કહી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આદર્શ કપલ ગણાતા ઓબામા દંપતીના લગ્ન થયાને 32 વર્ષ વીતી ગયા છે. તેમને માલિયા અને સાશા નામની બે પુત્રીઓ છે. 

કમલા હેરિસ માટે પતિ બન્યો ‘બોજ’ 

કમલા હેરિસના પતિ ડગ એમહોફ વિવાદાસ્પદ વ્યક્તિ છે. ગંભીર કહી શકાય એવા એકથી વધુ આરોપ તેમના પર લાગી ચૂક્યા છે. જેને લીધે અમેરિકામાં તેમને કમલા માટે 'ડેડ વેઈટ' એટલે કે ‘બોજ’ ગણાવાઈ રહ્યા છે. 

ચરિત્રહિન પતિની કરતૂતો 

ગયા વર્ષે ડગ એમહોફ પર આરોપ લાગ્યો હતો કે તેમણે તેમની પહેલી પત્ની કર્સ્ટિન એમહોફ સાથે છેતરપિંડી કરી હતી. તેમના બાળકોની આયા સાથે સંબંધ બાંધીને ડગે તેને ગર્ભવતી કરી દીધી હતી અને પછી તે બાળક પડાવી નાંખ્યું હતું. ડગે આયા સાથે અફેર હોવાનું સ્વીકાર્યું હતું. અલબત્ત, આયાનું બાળક પડાવી નાંખ્યું હોવાના દાવા બાબતે વિગતો અસ્પષ્ટ છે.

હુમલો કર્યાનો આરોપ પણ લાગ્યો છે

ડગ એમહોફની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરતી એક મહિલાએ ઑક્ટોબર, 2024 માં ડગ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, 2012 માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડગે તેના પર શારીરિક હુમલો કર્યો હતો.

પત્નીની રાજકીય કરિયરમાં નડતરરૂપ છે પતિ?

અમેરિકાની જનતાને એ વાતનું પણ ખૂબ આશ્ચર્ય છે કે, પ્રમુખ પદની ચૂંટણી લડતી પત્ની કમલાની ડગે કોઈ તરફેણ કરી ન હતી, જેને લીધે મીડિયાના એક વર્ગે તેમને દંભી માણસ ગણાવ્યા હતા. આવા બધા કારણોને લીધે ડગ એમહોફને કમલા હેરિસની રાજકીય કારકિર્દી માટે ‘બોજ’ ગણાવવામાં આવે છે.

અફવા છતાં સજોડે

કમલા હેરિસ અને ડગ એમહોફ છૂટાછેડા લઈ રહ્યા હોવાની અફવા છતાં આ દંપતી જાહેરમાં સાથે દેખાતું રહે છે. તેમણે વોશિંગ્ટન ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં હાજરી આપી હતી. એ પછી તેમણે લોસ એન્જલસ જઈને અગ્નિશામકો, સ્વયંસેવકો અને જંગલની આગનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી હતી. અને આ અઠવાડિયે બંને એક ગ્રોસરી સ્ટોરમાં પણ સાથે જોવા મળ્યા હતા, જેને લીધે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે એ બાબતે લોકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે.


Google NewsGoogle News