Get The App

મ્યાનમાર બાદ વધુ એક દેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ પડીકે બંધાયા

Updated: Mar 30th, 2025


Google News
Google News
મ્યાનમાર બાદ વધુ એક દેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ પડીકે બંધાયા 1 - image


Earthquake Of Magnitude 7.1 Strikes Tonga : મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત છે. એવામાં હવે પેસિફિક દ્વીપના વધુ એક દેશમાં શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. ટોંગામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. અધિક તીવ્રતાના કારણે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ભૂકંપથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે. 

US જિયોલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ટોંગાની નજીક હતું. ભૂકંપના કેન્દ્રથી 300 કિમી દૂર સુધી દરિયામાં ઊંચા ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે ટોંગા એક એવો દેશ જે 171 ટાપુઓથી બન્યો છે અને તેની વસતિ આશરે એક લાખ છે. આ દેશ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટથી 3500 કિમી દૂર સ્થિત છે. 

મ્યાનમાર બાદ વધુ એક દેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ પડીકે બંધાયા 2 - image

મ્યાનમારમાં પણ આજે આંચકો આવ્યો 

મ્યાનમારમાં 7.7 અને પછી 7.2 ની તીવ્રતાના એક પછી એક ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,700 લોકો માર્યા ગયા છે અને 3,400 લોકો ઘાયલ થયા છે, ત્યારે યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું હતું કે, મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે પાસે આજે રવિવારે (30 માર્ચ, 2025) 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ગત શુક્રવારે દેશમાં વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ એક પછી એક આંચકા અનુભવાય છે. મ્યાનમારની ધરા 72 કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. આજે રવિવારે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભૂકંપને પગલે બચાવ કામગીરી યથાવત છે. 


Tags :