હમાસ હુમલા વચ્ચે જો બાઈડન બાદ હવે બ્રિટિશ PM સુનક જશે ઈઝરાયલ, 'અમે મિત્ર તરીકે બચાવ કરીશું'

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
હમાસ હુમલા વચ્ચે જો બાઈડન બાદ હવે બ્રિટિશ PM સુનક જશે ઈઝરાયલ, 'અમે મિત્ર તરીકે બચાવ કરીશું' 1 - image

Image Source: Twitter

- ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને તરફથી લગભગ 5000 લોકો માર્યા ગયા

નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર

ઈઝરાયેલ-હમાસના યુદ્ધના કારણે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. બંને તરફથી લગભગ 5000 લોકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં એવી જાણકારી મળી રહી છે કે, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક આ અઠવાડિયામાં ઈઝરાયેલની મુલાકાતે જશે. જોકે, હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.

વિદેશ મંત્રી કરી ચૂક્યા છે પ્રવાસ

ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ આ રિપોર્ટની પુષ્ટિ કરવાનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ કહ્યું કે, સુનકના પ્રવાસની પુષ્ટિ સામાન્ય રીતે કરવામાં આવેશે. ગત અઠવાડિયે વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા. તેમણે હમાસના હુમલા બાદ ઈઝરાયેલી લોકો સાથે એકજૂથતા દેખાડવા માટે પ્રવાસ કર્યો હતો. 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આજે ઈઝરાયેલની મુલાકાતે  જઈ રહ્યા છે. 

મિત્ર તરીકે..........

સુનકે કહ્યું હતું કે, કાર્યવાહી માનવીય કાયદા અનુરૂપ કરવી જોઈએ. જોકે, એ પણ છે કે, તેઓ એક એવા સમૂહ સાથે લડી રહ્યા છે જેઓ નાગરિકોને પાછળ છોડી દે છે. તેમણે કહ્યું કે, તેઓ એક મિત્ર તરીકે ઈઝરાયેલના નાગરિકોને બચાવવા માટે શક્ય તમામ સાવધની રાખવાનું આહવાન કરવાનું ચાલું રાખશે. 

આ અગાઉ મંગળવારે સુનકે સાઉદી આરબ અને કતારના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, યુદ્ધને રોકવું કેટલું જરૂરી છે. 



Google NewsGoogle News