'આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન...', ઇરાન પર હુમલાથી ભડક્યાં મુસ્લિમ દેશો, ઈઝરાયલને આપી ચેતવણી
Israel-Iran War: ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા બાદ ઈઝરાયલે પણ વળતો પ્રહાર કર્યો છે. સતત ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલાં હુમલાની હવે ઘણાં મુસ્લિમ દેશો ભડક્યાં છે અને જાહેરમાં ઈઝરાયલની નિંદા કરી રહ્યાં છે. ઓમાને ઈરાનના વિસ્તારમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની નિંદા કરી છે. તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ પ્રકારની કાર્યવાહી તણાવ ઓછો કરવા અને શાંતિપૂર્ણ તેમજ રાજકીય રીતે સંકટને નિયંત્રિત કરવાના પ્રયાસોને કમજોર કરે છે. મલેશિયાએ પણ આ હુમલાની નિંદા કરી છે. મલેશિયાએ કહ્યું કે, આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે.
આ પણ વાંચોઃ ઈઝરાયલના હુમલામાં નુકસાનની વાત ઈરાને કબૂલી, કહ્યું- ત્રણ શહેરોમાં સૈન્ય મથકો નષ્ટ થઈ ગયા
પાકિસ્તાને કર્યો વિરોધ
આ સિવાય પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ શનિવારે ઈરાન ઈઝરાયલ સૈન્ય દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. તેણે તેને સાર્વભૌમત્વ, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંગન છે. પાક વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'આ કાર્યવાહી વિસ્તારને અસ્થિર કરે છે અને શાંતિ માટે જોખમ ઉભુ કરે છે. અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને વૈશ્વિક સમુદાયને શાંતિ સ્થાપવા માટે તુરંત કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ.'
આ પણ વાંચોઃ 'વળતો હુમલો ના કરતાં નહીંતર...' ઈઝરાયલના હુમલામાં ઘાયલ ઈરાનને અમેરિકાની ધમકી
સાઉદી અરેબિયા કરી નિંદા
સાઉદી અરેબિયા પણ ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. તેઓએ તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન જણાવ્યું છે.
સાઉદી અરેબિયાએ તમામ પક્ષોને વધુમાં વધુ સંયમ રાખવાની વિનંતી કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયના વિસ્તારમાં તણાવ ઓછો કરવા અને સંઘર્ષ ખતમ કરવાની દિશામાં કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું છે.