ઈન્ડોનેશિયા બાદ સાઉદી અરેબિયાએ ‘ટ્રાવેલ વિઝા’ના નિયમ બદલ્યા, જુઓ નવી ગાઈડલાઈન
Saudi Arab Visa Rules: જો તમે સાઉદી અરેબિયા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. સાઉદીએ ઉમરાહ અને ટ્રાવેલ વિઝા સાથે દેશમાં આવતા પ્રવાસીઓ માટે એક નવો નિયમ જારી કર્યો છે. તેનો હેતુ દેશમાં કોઈપણ પ્રકારના ચેપી રોગના ફેલાવાને રોકવાનો છે.
પ્રવાસીઓ માટે મેનિન્જાઇટિસની વેક્સિન લેવી જરુરી
સામાન્ય રીતે દર વર્ષે લાખો ભારતીયો સાઉદી અરેબિયા જાય છે. વર્ષ 2022 માં લગભગ 2.5 મિલિયન ભારતીય નાગરિકોએ સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. આ આંકડો 2030 સુધીમાં વધીને 7.5 મિલિયન થવાની સંભાવના છે.
આ પણ વાંચો : VIDEO: યુક્રેનનો રશિયા પર પ્રચંડ હુમલો, 200 ડ્રોન અને પાંચ ગાઈડેડ મિસાઈલ ઝીંકતા ખળભળાટ
ત્યારે અહીંની સરકારે સાઉદી આવતા પ્રવાસીઓ માટે મેનિન્જાઇટિસની વેક્સિન લેવી ફરજિયાત કરી દીધી છે. એટલે તેનો અર્થ એ થયો કે, હવે અહીં આવતા પ્રવાસીઓએ મુસાફરીના 10 દિવસ પહેલા મેનિન્જાઇટિસ વેક્સિન લીધી હોવાનુંપ્રમાણપત્ર બતાવવું પડશે. જોકે, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
મુસાફરોએ વેક્સિન લીધી હોવાનું શર્ટી બતાવવું પડશે
સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટી (SCAA) એ એરલાઇન્સને આ નિયમનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. તે હેઠળ એરલાઇન્સે ચકાસવું પડશે કે, મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો પાસે વેક્સિન લીધી હોવાનું પ્રમાણપત્ર છે. એટલું જ નહીં, પોલિયો રસીકરણ માટે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમેરિકા પર આફત! ન્યૂ ઓર્લિયન્સમાં હુમલામાં 14 મોત, FBIની નાગરિકોને ચેતવણી
પોલિયો રસીકરણ માટે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી
જોકે, આ નિયમ ફક્ત થોડા દેશોના પ્રવાસીઓને જ લાગુ પડશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કેન્યા, કોંગો અથવા મોઝામ્બિક થઈને સાઉદી આવતા પ્રવાસીઓને પોલિયો રસીકરણ પ્રમાણપત્ર બતાવ્યા પછી જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, આ નિયમ ફક્ત ત્યારે જ લાગુ પડશે જો તેમનો ટ્રાન્ઝિટ એરિયામાં રોકાણ 12 કલાકથી વધુ સમય માટે હશે.
ઉલ્લેખનીય છે કે, આ નવો નિયમ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા એમ્પોક્સના પ્રકોપને રોકવા માટે બનાવેલી યોજનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.