Get The App

અનુચ્છેદ 370 દૂર કરાયો હોવાનું સાંભળતાં, ઈમરાન ખાનની ચાલ થોડો સમય તો અસ્થિર બની ગઈ હતી

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
અનુચ્છેદ 370 દૂર કરાયો હોવાનું સાંભળતાં, ઈમરાન ખાનની ચાલ થોડો સમય તો અસ્થિર બની ગઈ હતી 1 - image


- પાકિસ્તાન ખાતેના પૂર્વ હાઈ કમિશનર અજય બીસારિયાએ તેઓનાં પુસ્તકમાં લખ્યું છે કે, ઈમરાન ખાને મોદીને ફાસીસ્ટ કહ્યા, હિન્દુવાદી કહ્યા

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીર અંગેના સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયાના સમાચારો જાણી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ચાલ થોડો સમય અસ્થિર થઈ ગઈ હતી અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તૂટી પડયા હતા, તેઓને ખાને ફાસીસ્ટ કહ્યા, કટ્ટર હિન્દુવાદી પણ કહી દીધા હતા.

પાકિસ્તાન ખાતેના ભારતના પૂર્વ હાઈકમિશનર અજય બિસારિયાએ તેઓના પુસ્તક એન્ગર મેનેજમેન્ટ : 'ધી ટ્રબલ્ડ ડીપ્લોમેટિક રીલેશન્સ બીટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન'માં લખ્યું છે કે, તે સમયે ઈમરાન ખાન વડાપ્રધાન પદે હતા. ત્યારે વિપક્ષોએ તેમને ગળેથી પકડી કહ્યું કે, તેમનો કાશ્મીર પ્રશ્ન તમારા પદની મુદત દરમિયાન જ ઉકેલવાનાં વચનો આપતા હતા હવે તે ક્યાં ગયા ?'

ઈમરાન ખાને તો એક વખત તે હિન્દુવિવાદી સામે જેહાદ (ધર્મ-યુદ્ધ) જગાવવા માટે પણ કહ્યું હતું પરંતુ, તે કશું બની ન શક્યું. બીજી તરફ ઈમરાન ખાન સામે રાજકીય કટોકટી ઉભી થઈ. જે અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયા પછી ત્રણ વર્ષમાં તો અત્યંત ગંભીર બની ગઈ. તેઓની સામે અવિશ્વાસની દરખાસ્ત સંસદમાં રજૂ થઈ, છેવટે તેમને જવું પડયું. તેમ પણ બિસારીયાએ તે પુસ્તકમાં જણાવ્યું છે. ૧૦ એપ્રિલ, ૨૦૨૨ની મધરાતે આખરે અવિશ્વાસની દરખાસ્તને લીધે ઈમરાન ખાનને જવું પડયું તે પછી બે કુટુંબો શરીફ અને ભુટ્ટો કુટુંબ આગળ આવ્યા અને શહબાઝ શરીફ વડાપ્રધાન થયા. બિલાવલ ભૂટ્ટો નાણાં પ્રધાન બન્યા. જોકે નવા સંગઠનમાં પણ ભારત અંગેની નીતિ બદલવાની શક્તિ ન હતી. કારણ કે, વાસ્તવમાં પાકિસ્તાનમાં લશ્કર જ નીતિઓ ઘડે છે. નાગરિક સરકારને તેનો અમલ કરવો પડે છે.


Google NewsGoogle News