હમાસ હુમલા પછી ભારતના હજારો શ્રમિકોને ઇઝરાયેલ જવાની તક, શરુ થઇ રહી છે ભરતી પ્રક્રિયા

હાલમાં ૧૦ હજાર જેટલા શ્રમિકોને ઇઝરાયેલ મોકલવાની વિચારણા

પેલેસ્ટાઇન,વેસ્ટબેંક અને ગાજાપટ્ટીના શ્રમિકો પર મુકાયો છે પ્રતિબંધ

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
હમાસ હુમલા પછી ભારતના હજારો શ્રમિકોને  ઇઝરાયેલ જવાની તક, શરુ થઇ રહી છે ભરતી પ્રક્રિયા 1 - image


નવી દિલ્હી,૨૦ ડિસેમ્બર,૨૦૨૩,ડિસેમ્બર 

ઇઝરાયેલમાં આંતર માળખાકિય સુવિધાઓના નિર્માણ માટે શ્રમિકોની કમી છે. આથી ઇઝરાયેલની બાંધકામ નિર્માણ કંપનીઓએ ભારત તરફ નજર દોડાવી છે. ભારતમાંથી હજારો શ્રમિકોની ભરતી કરવાની કેટલાક સમયથી તૈયારીઓ ચાલી રહી છે. હરિયાણા રાજયમાં પણ શ્રમિકોને સ્વૈચ્છિક રીતે ઇઝરાયેલ મોકલવાની પ્રક્રિયાનો આરંભ થયો હતો. હરિયાણામાં ફરજીયાત ભરતી કરવામાં આવતી હોવાનો પણ વિવાદ થયો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર ઇઝરાયેલથી એક ટીમે ભારતની મુલાકાત લીધી હતી. 

શ્રમિકોએ સંબંધિત મુદ્વાઓ અને પસંદગી અંગેની જવાબદારી સંભાળતા ખંડના પ્રમુખ ઇજેક ગુરવિટ્ઝના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ગત સપ્તાહ ભારત આવ્યું હતું. એટલું જ નહી આગામી સપ્તાહ પણ મુલાકાત લે તેવી શકયતા છે. ઇઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશનના ઉપ મહા નિર્દેશક અને પ્રવકતા શાય પોન્જરે જણાવ્યું હતું કે આગામી ૨૭ ડિસેમ્બરે દિલ્હી અને ચેન્નાઇમાં ભરતી પ્રક્રિયાનો આરંભ થશે. હાલમાં સરકારની મંજુરીથી ૧૦ હજાર જેટલા શ્રમિકો માટે વિચાર કરી રહયા છીએ. નજીકના ભવિષ્યમાં આ સંખ્યા વધીને ૩૦ હજાર પહોંચે તેવી શકયતા છે. 

હમાસ હુમલા પછી ભારતના હજારો શ્રમિકોને  ઇઝરાયેલ જવાની તક, શરુ થઇ રહી છે ભરતી પ્રક્રિયા 2 - image

આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં ઘણો સમય લાગી શકે છે. ઇઝરાયેલમાં તાત્કાલિક શ્રમિકોની જરુરિયાત ૭ ઓકટોબરે હમાસના હુમલા પછી ઉભી થઇ છે. મોટી સંખ્યામાં ફિલિસ્તીનીઓ ઇઝરાયલમાં કામ કરતા હતા પરંતુ યુધ્ધની શરુઆત થવાની સાથે જ ગાજા અને પેલેસ્ટાઇનના કોઇ પણ વ્યકિતને ઇઝરાયેલમાં કામ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઇઝરાયેલની બાંધકામ પરિયોજનાઓને કાર્યાન્વિત રાખવા માટે તાત્કાલિક શ્રમિકોની જરુરીયાત છે.

હમાસ હુમલા પછી ભારતના હજારો શ્રમિકોને  ઇઝરાયેલ જવાની તક, શરુ થઇ રહી છે ભરતી પ્રક્રિયા 3 - image

ઇઝરાયેલના કોન્ટ્રાકટરો અધુરી પરિયોજનાઓ પુરી કરવા માટે વિદેશમાંથી હજારો શ્રમિકો લાવવા માટે સરકારને અપિલ કરી હતી. ઇઝરાયેલના નિર્માણ ઉધોગમાં ૮૦ હજાર જેટલા શ્રમિકો પેલેસ્ટાઇન,વેસ્ટ બેંક અને ૧૭૦૦૦ શ્રમિકો ગાજાપટ્ટી વિસ્તારમાંથી આવતા બતા. બદલાયેલી રાજકિય પરીસ્થિતિમાં આ શ્રમિકોની વર્ક પરમિટ રદ્ કરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્કચર નિર્માણ ઠપ્પ થયું છે. અત્યાર સુધીમાં ૭૦૦૦ શ્રમિકો ચીન અને ૬૦૦૦ શ્રમિકો પૂર્વ યુરોપમાંથી લાવવામાં આવ્યા છે. ભારતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રમિકોને ઇઝરાયેલમાં કામ કરવાની તક મળી રહી છે. લાંબા ગાળે અંદાજે ૭૦ થી ૮૦ હજાર લોકોને રોજગારી મળી શકે છે. (શ્રમિકો- પ્રતિકાત્મક ઇમેજ) 


Google NewsGoogle News