જર્મની-અમેરિકા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી, જાણો શું કહ્યું
Image Source: Wikipedia
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસના એક પ્રવક્તાએ કહ્યુ કે તેમને આશા છે કે ભારત તથા કોઈ પણ અન્ય દેશમાં જ્યાં ચૂંટણી થઈ રહી હોય ત્યાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની રક્ષા કરવામાં આવશે અને દરેક એક સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન કરી શકશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વિપક્ષી દળ કોંગ્રેસના બેન્ક ખાતાની લેવડદેવડ પર રોકને ધ્યાનમાં રાખતા ભારતમાં આગામી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા રાજકીય સ્થિતિ પર એક પ્રશ્નના જવાબમાં ગુરુવારે આ વાત કહી.
દુજારિકે પ્રેસ બ્રીફિંગમાં કહ્યુ અમને ખૂબ વધુ આશા છે કે ભારત તથા કોઈ પણ અન્ય દેશમાં જ્યાં ચૂંટણી થવા જઈ રહી છે ત્યાં દરેકના અધિકારોની રક્ષા કરવામાં આવશે. જેમાં રાજકીય અને નાગરિક અધિકાર સામેલ છે. તથા દરેક સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન કરી શકશે.
સંયુક્ત રાષ્ટ્રની આ પ્રતિક્રિયાથી એક દિવસ પહેલા અમેરિકાએ પણ કેજરીવાલની ધરપકડ તથા કોંગ્રેસ પાર્ટીના બેન્ક ખાતાથી લેવડદેવડ પર રોક લગાવી દેવાના આવા જ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલની ધરપકડ પર કરવામાં આવેલી અમુક ટિપ્પણીઓના વિરોધમાં અમેરિકાના એક વરિષ્ઠ રાજદ્વારીને ભારત દ્વારા ખખડાવ્યા બાદના અમુક કલાક બાદ બુધવારે વોશિંગ્ટને કહ્યુ હતુ કે તે નિષ્પક્ષ, પારદર્શી અને સમયબદ્ધ કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે.