Get The App

ઈમાન્યુઅલ મેક્રોનની ભારત યાત્રા બાદ ચીન ચિંતામાં! જિનપિંગે ફ્રાન્સને કરી મોટી ઓફર

ફ્રાન્સ અને ભારત વચ્ચે સંરક્ષણ સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
ઈમાન્યુઅલ મેક્રોનની ભારત યાત્રા બાદ ચીન ચિંતામાં! જિનપિંગે ફ્રાન્સને કરી મોટી ઓફર 1 - image


Image Source: Twitter

બેઈજિંગ, તા. 29 જાન્યુઆરી 2024, સોમવાર

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાન્યુઅલ મેક્રોનની ભારત યાત્રા બાદ ચીનની ચિંતા વધી ગઈ છે. હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફ્રાન્સ સાથે પોતાના સબંધો સુધારવાની વાત કરી છે. શી જિનપિંગે ફ્રાન્સને ચીન-ફ્રાન્સના સંબંધોને પ્રોત્સાહન આપવા અને સંબંધો માટે નવા આયામ તૈયાર કરવાની ઓફર કરી છે. ફ્રાન્સ અને ભારત વચ્ચે સંરક્ષણ સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. બંને દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારી રહ્યા છે. હવે આ વાત ચીનને પચી નથી રહી.

ચીન અને ફ્રાન્સના રાજદ્વારી સંબંધો બન્યાના 60 વર્ષ પૂરા થવા પર શી જિનપિંગે આ વાત કહી છે. આ અવસર પર શી જિનપિંગે કહ્યું કે, કારણ કે, આજની દુનિયા એક વખત ફરી એક મહત્ત્વપૂર્ણ સ્થાન પર છે. ચીન અને ફ્રાન્સને સંયુક્ત રૂપે માનવ વિકાસ માટે શાંતિ, સુરક્ષા, સમૃદ્ધિ અને પ્રગતિનો રસ્તો ખોલવો જોઈએ. 

ફ્રાન્સ સાથે દ્વિપક્ષીય સંબંધોને ખૂબ મહત્ત્વ આપીએ છીએ: શી જિનપિંગ

શી જિનપિંગે કહ્યું કે, ચીન ફ્રાન્સ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે ખૂબ મહત્ત્વ આપે છે. તેઓ મેક્રોન સાથેના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠને ચીન-ફ્રાન્સની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ નક્કર અને ગતિશીલ બનાવવાની તક તરીકે જોઈ રહ્યા છે.

ચીન ફ્રાન્સથી આયાત વધારશે

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે ચીન ફ્રાન્સથી આયાત વધારશે. તેમણે કહ્યું કે, અમે ઉપભોક્તા અને રોકાણ બજારોની માંગને ઉજાગર કરવાનું ચાલુ રાખીશું. ફ્રાન્સમાંથી ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓની આયાતને વિસ્તૃત કરવાનું ચાલુ રાખીશું. અમે આશા રાખીએ છીએ કે, ફ્રાન્સ પણ ચીની કંપનીઓને નિષ્પક્ષ, ન્યાયસંગત અને અનુમાનિત વ્યવસાયિક માહોલ આપશે.

ભારત ફ્રાન્સ પાસેથી મોટા પાયે અત્યાધુનિક શસ્ત્રો ખરીદે છે

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન 26 જાન્યુઆરીએ ભારતના 75માં ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નવી દિલ્હી આવ્યા હતા. બેઈજિંગે મેક્રોનની ભારત યાત્રા પર ચાંપતી નજર રાખી હતી. ભારત અને ફ્રાન્સ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ નજીકના સહયોગી છે. ભારત ફ્રાન્સ પાસેથી મોટા પાયે અત્યાધુનિક શસ્ત્રો ખરીદે છે. ભારતે એરફોર્સ માટે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઈટર જેટ ખરીદ્યા છે. નેવી માટે 26 રાફેલ એમ એરક્રાફ્ટ પણ ખરીદવાના છે. ભારત અને ફ્રાન્સે તેમની સંરક્ષણ ભાગીદારીને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે.


Google NewsGoogle News