ચુંટણીના નાટક બાદ પુટીન ફરી પાંચમી ટર્મમાં રશિયાના પ્રમુખ બન્યા
રશિયામાં દુનિયાને બતાવવાનું ચુંટણીની દર નવી ટર્મમાં નાટક થાય પણ વિશ્વ જાણે છે કે ખરેખર તો ચીનની જેમ ત્યાં પણ સરમુખત્યારી જ ચાલે છે. પુટીન તેની સામે તેના જ કઠપૂતળી વિરોધ પક્ષના ઉમેદવારોને ઊભા રાખે. નાગરિકો જેને મત આપે પણ જીતે તો પુટીન જ. આ વર્ષે ફરી પુટીન રશિયાના પ્રમુખ તરીકે ચુંટાયા અને તેમને ૮૮ ટકા જેટલા મત મળ્યા! પુટીન આ સાથે પાંચમી ટર્મ માટે પ્રમુખ બન્યા
પુટીનના વિરોધી નાવાલ્નીનું જેલમાં શંકાસ્પદ મૃત્યુ
સમગ્ર રશિયામાં નાવાલ્ની એકમાત્ર નીડર નેતા હતા જે પુટીનનો સખ્ત વિરોધી તો હતા જ પણ પુટીન કરતા વધુ લોકપ્રિય હતા અને વિશાળ જનમેદની એકઠી કરી શકતો હતા. પુટીને તેને જેલમાં ધકેલી દીધા હતા અને કેટલાક હાનિકારક કિરણો અને સૂક્ષ્મ ઝેર આપતા રહીને તેને ખતમ કરી દીધો હોવાનું મનાય છે. સત્તાવાર રીતે નાવાલ્નીનું મૃત્યુ અસાધ્ય બીમારીને લીધે થયું તેમ રેકોર્ડમાં લેવાયું છે. રોષ વ્યક્ત કરવા નાગરિકો જાહેર માર્ગ પર આવી ગયા હતા પણ દમનથી તેઓને વિખેરી નાંખવામાં આવ્યા હતા.