Get The App

ખાલિસ્તાનીઓએ કેનેડા બાદ વધુ એક દેશમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, ભારતીય ત્રિરંગો સળગાવ્યો

ખાલિસ્તાની સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર પ્રદર્શન વખતે ભારતીય ત્રિરંગાનું અપમાન કર્યું

ભારતીય રાષ્ટ્ર ધ્વજ પર ગૌમુત્ર પણ નાખ્યું, PM સુનકને ગૌમુત્ર પીવડાવવાનો પડકાર ફેંક્યો

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ખાલિસ્તાનીઓએ કેનેડા બાદ વધુ એક દેશમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, ભારતીય ત્રિરંગો સળગાવ્યો 1 - image

લંડન, તા.04 ઓક્ટોબર-2023, બુધવાર

ખાલિસ્તાની (Khalistan)ઓ પોતાની કરતુતથી બાજ આવતા નથી અને અવાર-નવાર ભારત વિરોધી ઝેર ઓકવાના કારસ્તાનો કરતા રહે છે. વિશ્વભરમાં ખાલિસ્તાની સમર્થકો ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ખાલિસ્તાનીઓ દ્વારા કેનેડા (India-Canada Controversy) બાદ વધુ એક દેશમાં ભારતને બદનામ કરવાનું અને ભારતીય ધ્વજ (Indian Flag)ને સળગાવ્યો હોવાની ઘટના સામે આવી છે.

ખાલિસ્તાનીઓએ ભારતીય રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું

ખાલિસ્તાની સમર્થકોના એક ગ્રુપે લંડન (London) સ્થિત ભારતીય હાઈ કમિશન (Indian High Commission) બહાર પ્રદર્શન કર્યું... ખાલિસ્તાનીઓએ 2 ઓક્ટોબરે ગાંધી જ્યંતિ (Gandhi Jayanti)ના દિવસે પ્રદર્શન કરવા ઉપરાંત ભારતીય ધ્વજને સળગાવ્યો... આ દરમિયાન દળ ખાલસા યુકેની આગેવાની કરનાર ગુરુચરણ સિંહે ભારતીય રાષ્ટ્ર ધ્વજ પર ગૌમુત્ર પણ નાખ્યું...

PM સુનકને ગૌમુત્ર પીવડાવવાનો પડકાર

આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા... પ્રદર્શન દરમિયાન ગુરુચરણ સિંહે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક (British PM Rishi Sunak)ને બ્રિટિશ ગૌમુત્ર પીવડાવવાનો પડકાર પણ ફેંક્યો... જોકે પોલીસે વિરોધ પ્રદર્શન શરૂ થતા જ ગુરુચરણ સિંહ (Gurcharan Singh)ની કસ્ટડીમાં લીધો છે. મીડિયા અહેવાલો મુજબ આ વિરોધ પ્રદર્શન વખતે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ પરમજીત સિંહ પમ્મા (Paramjit Singh Pamma) પણ ઉપસ્થિત હતો...

પરમજીત સિંહ પમ્મા અને ગુરુચરણ સિંહ કોણ છે ?

ઉલ્લેખનિય છે કે, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા કથિત રીતે ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF)નો સભ્ય છે. લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન બહાર પ્રદર્શન દરમિયાન પમ્માએ હરજીત સિંહ નિજ્જરની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો... ઉપરાંત ભારત અંગે પણ ધમકીઓ આપી... જ્યારે ગુરુચર સિંહ દળ ખાલસા યુકેનો નેતા તરીકે ઓળખાય છે. ગુરુચરણ એસએફજે સાથે સક્રિય રીતે સંકળાયેલો છે. તે પોતના કામો અને નિવેદનોને કારણે હંમેશા વિવાદોમાં રહે છે.


Google NewsGoogle News