એલેકસીના મુત્યુ પછી પત્ની યુલિયાએ પુતિન વિરોધનો મોરચો સંભાળ્યો
એલેકસીની કલ્પનાનો દેશ બનાવવા માટે રશિયામાં જ રહેશે
યુલિયા રશિયાના વૈજ્ઞાનિક બોરિસ અંબ્રોસિમોવની પુત્રી છે
મોસ્કો,૨૪ ફેબુ્આરી,૨૦૨૪,બુધવાર
વ્લાદિમીર પુતિનના મુખ્ય વિરોધી એલેકસી નવલનીના જેલમાં મુત્યુ પછી પત્ની યુલિયા નવલનયાએ મોરચો સંભાળી લીધો છે. પતિ એલેકસીના મુત્યુ પછી યુલિયાએ પુતિનને પડકાર ફેંકી શકે છે. યુલિયાએ એક નિવેદનમાં પતિ એલેકસી નવલનીના મુત્યુ પછી પતિનું કામ આગળ લઇ જવાની જાહેરાત કરી છે. પતિ એલેકસી હયાત હતા ત્યારે યુલિયાએ કયારેય રાજનીતિમાં સક્રિય રસ લીધો ન હતો.
એક સમયે પતિ અને માતાની ભૂમિકાથી ખૂશ હોવાનું જણાવતી હતી. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં પતિના પથ પર આગળ વધવાનો સંકેત આપ્યો છે. તેને રશિયાના લોકોને એક સ્વતંત્ર, શાંતિપૂર્ણ અને ખૂશહાલ રશિયાની જરુરિયાત પર ભાર મુકવા જણાવ્યું હતું.
ભવિષ્યનું રશિયા કેવું હોય તેની કલ્પના પતિ એલેકસીએ કરી હતી. એલેકસીની કલ્પનાનો દેશ બનાવવા માટે રશિયામાં જ રહેશે. યુલિયા રશિયાના વૈજ્ઞાાનિક બોરિસ અંબ્રોસિમોવની પુત્રી છે. ૧૯૯૮માં તેની મુલાકાત એલેકસી સાથે થઇ હતી. યુલિયા અને એલેકસી રશિયાની લિબરલ પાર્ટી યાબલોકોમાં સાથે જોડાયા હતા.
બંનેની રાજકીય વિચારધારા એક સરખી હતી પરંતુ લગ્ન પછી યુલિયાએ ઘર સંભાળ્યું હતું. અગાઉ યુલિયાએ પતિના મોતને કુદરતી નથી પરંતુ સાજિસ ગણાવી ચુકી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ષડયંત્ર રચીને મારી નખાવ્યા હોવાનો આરોપ મુકયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નવલનીના પરિવાર અને રાજકિય સમર્થકોએ રશિયાના અધિકારીઓ સમક્ષ મૃતદેહ આપવા વિનંતી કરવામાં આવી રહી છે.