Israel-Hamas War | 15 દિવસે પહેલીવાર ઈઝરાયલી આર્મી અને હમાસ વચ્ચે સામ-સામે અથડામણ

ઈઝરાયલી સૈન્યએ આ મામલે કોઈ ટિપ્પણી નથી કરી

હમાસે દાવો કર્યો કે અમે ઈઝરાયલી બુલડોઝર અને ટેન્કને નષ્ટ કર્યા

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
Israel-Hamas War | 15 દિવસે પહેલીવાર ઈઝરાયલી આર્મી અને હમાસ વચ્ચે સામ-સામે અથડામણ 1 - image

Israel  vs Hamas War | ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે 15 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત ઈઝરાયલી આર્મીના (Israeli Army) જવાનો અને હમાસના આતંકીઓ સામ-સામે આવી ગયા હતા. ઈઝરાયલી સૈન્યએ રવિવારે ગાઝા પટ્ટીમાં તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન હમાસના આતંકીઓ સાથે સામનો થતાં બંને તરફથી ભારે બોમ્બમારો કરાયો હતો. સમગ્ર વિસ્તારમાં બોમ્બ ધડાકાના જ અવાજો સંભળાઈ રહ્યા હતા. હમાસના આતંકીઓએ આ દરમિયાન ઈઝરાયલી સૈન્યના વાહનોને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે. 

હમાસના આતંકીઓએ કર્યો મોટો દાવો 

એક અહેવાલ અનુસાર હમાસના આતંકીઓએ દાવો કર્યો છે કે તેણે બે ઈઝરાયલી સૈન્યના બુલડોઝર અને એક ટેન્કને નષ્ટ કરીદીધા છે. ઈઝરાયલી સૈનિકો રવિવારે કથિત ગ્રાઉન્ડ ઓપરેશન માટે ગાઝા પટ્ટીમાં ઘૂસ્યા હતા. ત્યાં હમાસના આતંકીઓ સાથે સામનો થયો હતો. હમાસે કહ્યું કે આ અથડામણમાં અમે ભારે પડી ગયા હતા અને ઈઝરાયલી સૈનિકોએ પીછેહઠ કરવી પડી હતી. આ અથડામણ કથિત ગઝાનના ખાન યુનિસ શહેરમાં થઇ હતી. 

ઈઝરાયલી સૈન્યએ આ મામલે કંઈ ન કહ્યું 

જોકે ઈઝરાયલી સૈન્યએ આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી નથી કરી. જ્યારે હમાસે દાવો કર્યો છે કે તેના લડાકૂઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં બે ઈઝરાયલી સૈન્યના બુલડોઝર અને એક ટેન્કને નષ્ટ કરી દીધા છે. જેનાથી ઈઝરાયલી સૈનિકોએ તેમના વાહનો વગર જ પીછેહઠ કરવાની ફરજ પડી હતી. ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે ઘટના દરમિયાન અમારી સેના ગાઝામાં કામ કરી રહી હતી. આ દરમિયાન એક આઈડીએફ ટેન્કે હમાસના એ આતંકીઓ પર હુમલો કર્યો જેમણે અમારા સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. 

Israel-Hamas War | 15 દિવસે પહેલીવાર ઈઝરાયલી આર્મી અને હમાસ વચ્ચે સામ-સામે અથડામણ 2 - image


Google NewsGoogle News