ગધેડા માટે એકમાત્ર પાકિસ્તાન જ ચીનનો સહારો, જાણો ડ્રેગન કેમ તેની આયાત કરે છે…
ચીન સાથે મોટી સંખ્યામાં થઈ રહ્યો હતો ગધેડાઓનો વેપાર
પાકિસ્તાનમાં પણ ગધેડાઓની મોટી સંખ્યા, ચીનમાં કરશે નિકાસ
Image Twitter |
આફ્રિકાથી લાવવામાં આવતી ગધેડાઓની ચામડી પર હવે ચીનમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 55 દેશોની આંતર- સરકારી આફ્રિકન યૂનિયન દ્વારા ગયા મહિનાની 18 ફેબ્રુઆરીએ ગધેડાની ચામડીના વેપાર પર 15 વર્ષ માટેના પ્રતિબંધને મંજુરી આપવામાં આવી છે. કેટલાક વર્ષોથી ગધેડાની ચામડીમાંથી ઇજિયાઓ દવા બનાવવા માટે ચીનમાં મોકલવામા આવતી હતી.
આફ્રિકન યુનિયન દ્વારા ગધેડાની હત્યા રોકવા માટે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો
ઇજિયાઓ (Ejiao) ચીનમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેને અસરકારક શક્તિવર્ધક દવા ગણવામાં આવે છે. આફ્રિકન યુનિયન દ્વારા ગધેડાની હત્યા રોકવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, કે ચીનમાં ગધેડાની ચામડી ન મોકલવામાં આવે. ચીનમાં જે રીતે ગધેડાની માંગ વધી રહી છે તે જોતા સમગ્ર વિશ્વમાં ગધેડાની વસ્તી માટે જોખમી છે. ઇજિયાઓ ઉદ્યોગપતિઓ છેલ્લા કેટલાક દસકાથી આફ્રિકન ખંડ તરફ વળ્યા છે, જેના કારણે ગધેડાની વસ્તીમાં મોટો ઘટાડો થયો છે. આફ્રિકામાં પ્રતિબંધ બાદ ચીને ગધેડાના વેપાર માટે પાકિસ્તાન પર નિર્ભર રહેવું પડશે. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં ખાસ કરીને ચીનને વેચવા માટે ગધેડા પાળવામાં આવી રહ્યા છે.
ગધેડાની ચામડીનો વેપાર તદ્દન અમાનવીય રીતે કરવામાં આવી રહ્યો છે
ગધેડો અભયારણ્ય અનુસાર વર્ષ 2021માં વૈશ્વિક લેવલ પર ગધેડાની સંખ્યા વધીને 5.9 મિલિયન થઈ ગઈ હતી. રિપોર્ટમાં ભવિષ્યવાણી કરવામા આવી છે કે ગધેડાની ચામડીના વેપાર માટે 2027માં લગભગ 6.8 મિલિયન ગધેડાઓને કાપવામાં આવી શકે છે. આફ્રિકામાં ગધેડાઓના મૃત્યુ પાછળ ચીનના ઇજિયાઓના ઉત્પાદકોમાં 160 ટકાની વધારો એ એક કારણ માનવામાં આવે છે. જે શરીરને મજબૂત કરવા, ઉંમર અને સુંદરતા વધારવા માટે સારું માનવામાં આવે છે. ગધેડાની ચામડીના વેપાર તદ્દન અમાનવીય પદ્ધતિએ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગધેડાઓને આફ્રિકન તડકામાં ખોરાક તેમજ પાણી વગર ઘણા દિવસો સુધી પગે ચલાવ્યા પછી તેમનું કતલ કરવામાં આવે છે.
આફ્રિકામાં ગરીબોનો સહારો છે ગધેડા
ગધેડાના ઘટાડાના કારણે આફ્રિકામાં સૌથી ગરીબ સમુદાયોમાં આજીવિકા માટે મહત્ત્વનું સાધનથી વંચિત રહે છે. દુનિયાના 42થી 53 મિલિયન ગધેડાઓમાં આશરે 13 મિલિયન ગધેડાઓ આફ્રિકામાં છે. ગધેડા અને ઘોડા વિશ્વભરમાં 300થી 600 મિલિયન લોકો માટે આજીવિકા માટેનું સાધન તરીકે મદદરુપ થાય છે. જેમા માત્ર આફ્રિકામાં જ 158 મિલિયન લોકો તેમાથી કમાણી કરે છે. તેનું એક ઉદાહરણ એ છે કે 2009 અને 2019ની વચ્ચે કેન્યામાં ગધેડાની આબાદીમાં મોટો ઘટાડો થયો છે.