આફ્રિકન દેશ હોન્ડુરાસમાં બસ નદીમાં ખાબકતા 12 લોકોના મોત, 24 ઈજાગ્રસ્ત
image : Twitter
તેગુસીગાલ્પા(હોન્ડુરાસ),તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
આફ્રિકન દેશ હોન્ડુરાસમાં સર્જાયેલી એક બસ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને બીજા બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ દુર્ઘટના મંગળવારે પાંચ ડિસેમ્બરે સર્જાઈ હતી.
આ બસ હાઈવે પરથી પસાર થઈ રહી અને તે વખતે અચાનક જ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પુલ પર ટકરાઈ હતી અને નદીમાં ખાબકી હતી. બસમાં 60 લોકો સવાર હતા અને આ પૈકી 12 લોકોના મોત થયા હતા. જ્યારે બીજા 24 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સાથે હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી હતી.
હોન્ડુરાસના રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ત્રોએ આ દુર્ઘટના બાદ દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. સાથે સાથે કહ્યુ છે કે, સરકાર પીડિતોના અંતિમ સંસ્કારનો ખર્ચ ઉઠાવશે.
હોન્ડુરાસમાં બે મહિના પહેલા જ આ પ્રકારનો અકસ્માત સર્જાયો તો અને તેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બીજા 20 ઘાયલ થયા હતા.આ અકસ્માતમાં પણ બસ ખાઈમાં ખાબકી હતી.