Get The App

અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત્રી રહમાન હક્કાની સહિત 12ના મોત

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત્રી રહમાન હક્કાની સહિત 12ના મોત 1 - image


Image Source: Twitter

Major Blast In Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના પરિસરમાં થયેલા બ્લાસ્ટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ બોડીગાર્ડસ સહિત 12 લોકોના મોત થઈ ગયા છે. એક અહેવાલ પ્રમાણે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે હક્કાની ખોસ્તથી આવેલા લોકોના ગ્રૂપની યજમાની કરી રહ્યા હતા. 

તાલિબાન સરકારે ઘટનાની પુષ્ટિ કરી

તાલિબાન સરકારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં આ બ્લાસ્ટ કઈ રીતે થયો અને તેને કોણે અંજામ આપ્યો તે અંગે વધુ માહિતી સામે નથી આવી. અત્યાર સુધી મળેલા ઈનપુટ્સના આધારે આને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બ્લાસ્ટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મોત થઈ ગયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં વધુ એક હુમલો, જૈનાપોરા વિસ્તારના એક ગાર્ડનમાં બ્લાસ્ટ, સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ખલીલ રહેમાન હક્કાની તાલિબાનના આંતરિક મંત્રી સિરાજુદ્દીન હક્કાનીના કાકા હતા, તેમને ઓગસ્ટ 2021માં જૂથની સત્તા પર વાપસી બાદ શરણાર્થીઓના કાર્યવાહક મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

બ્લાસ્ટમાં ISISનો હાથ હોવાની આશંકા

પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસ્લામિક સ્ટેટ અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો ટાર્ગેટેડ હુમલો હોઈ શકે છે, જો કે હજુ સુધી આ મામલે કોઈ સંગઠનની સંડોવણી સામે નથી આવી.



Google NewsGoogle News