અફઘાનિસ્તાનમાં ધરા ધ્રૂજી, 5.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા ઉત્તર ભારતમાં પણ અનુભવાયા
Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ગુરુવારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા ભારતમાં પણ અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપથી લોકો ડરી ગયા હતા. National Center for Seismologyના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે 11:26 કલાકે 5.7ની તીવ્રતાનો ભૂકંપ કાબુલથી 277 કિમી ઉત્તરપૂર્વમાં 255 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.અફઘાનિસ્તાનમાં આજે આવેલા ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીર, દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં અનુભવાયા હતા.
મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.
દિલ્હી એનસીઆરમાં પણ અસર
અફઘાનિસ્તાનમાં સવારે 11.26 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જેની અસર દિલ્હી એનસીઆરમાં પણ જોવા મળી હતી. NCSઅનુસાર, સવારે 11:26 વાગ્યે કાબુલથી 277 કિલોમીટર ઉત્તરપૂર્વમાં 255 કિલોમીટરની ઊંડાઈએ 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો ઘરની બહાર આવવા લાગ્યા હતા. જો કે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. તેની અસર દિલ્હી એનસીઆરમાં પણ જોવા મળી હતી. આજે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પાકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા
અફઘાનિસ્તાનમાં આજે સવારે આવેલા ભૂકંપની અસર જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં પણ જોવા મળી હતી. આ સાથે જ પાકિસ્તાનના ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, સરગોધા, ફૈસલાબાદ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 5.4 આંકવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા(Pakhtunkhwa)ના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેને લઇને સોશિયલ મીડિયા X પર યુઝર્સ પોસ્ટ કરી રહ્યાં છે.
મહત્વનું છે કે,ગયા વર્ષે ઓક્ટોબરમાં આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપથી તાલિબાન શાસિત દેશમાં ભારે તબાહી સર્જાઈ હતી. ઘણા લોકો માર્યા ગયા.
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અફઘાનિસ્તાનમાં એક પછી એક ત્રણ ભૂકંપ આવ્યા હતા. ત્રણેયની તીવ્રતા પણ વધુ હતી. 7 ઓક્ટોબરે 6.3, 11 ઓક્ટોબરે 6.3 અને 15 ઓક્ટોબરે 6.4. જેના કારણે હેરાત અને આસપાસના વિસ્તારોમાં 1500 લોકોના મોત થયા હતા.