પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પ્રચંડ ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 4 હજારને પાર, એક બાદ એક આવ્યા હતા 6 ઝટકા
ભૂકંપથી ઘણી બિલ્ડીંગ જમીનમાં ઘ્વસ્ત
આશરે 6 ગામો તો તદ્દન તારાજ થયા
Earthquake In Afghanistan: અફઘાનિસ્તાનમાં (Afghanistan) શનિવારે આવેલ ભારે ભૂકંપના આંચકાથી તારાજી સર્જાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે, અડધા કલાકના ગાળામાં જ દેશમાં છ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 2000 જેટલો મૃત્યુઆંક નોંધાયો હતો જે આંકડો વધીને 4000 સુધી પહોંચ્યો છે. USGS મુજબ, ધરતીકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાતથી 40 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. UNએ તો સૌથી પહેલાં 100ના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે પછી ઘણાં વધુ મૃત્યુ થયા હોવાની માહિતી મળતા UNની 'કો-ઓર્ડીનેશન ઓફ હ્યુમેનિટેરિયન અર્ફેસની ઓફીસે' તત્કાળ સહાય મોકલવા તૈયારી શરૂ કરી દીધી હતી. ઉપરાંત એવા પણ અહેવાલો છે કે ભૂકંપથી ઘણી બિલ્ડીંગ જમીનમાં ઘ્વસ્ત થઇ હતી તો મોટા ભાગની ઈમારતોને ભારે નુકશાનીની થઇ હોવાનું સામે આવ્યું છે.
છ ઝટકાથી લોકોમાં દહેશત
અહેવાલ અનુસાર 6.3 ની તીવ્રતાવાળા ભૂકંપ બાદ ક્રમશ: 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના લીધે લોકો ફફડી ઊઠ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. એક સ્થાનિકે કહ્યું કે નેટવર્ક કનેક્શન ઠપ થઇ ગયા છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની હતી.
રાશિદ ખાને સહાયની કરી હતી જાહેરાત
અફઘાનિસ્તાન ટીમનો સ્ટાર સ્પિનર રાશિદ ખાને જાહેર કર્યું કે તે World Cupમાં મળેલી પોતાની આખી મેચ ફી દાન કરશે. તેણે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી પ્રભાવિત પીડિતોની મદદ માટે પોતાના પૈસા દાન(Rashid Khan Donets His Complete Match Fee)માં આપ્યા હતા.
આશરે 6 ગામો તો તદ્દન તારાજ થયા
અફઘાનિસ્તાનનાં માહિતી અને સાંસ્કૃતિક મંત્રાલયના પ્રવકતા અબ્દુલ વાહીદ શયાને જણાવ્યું હતું કે, સૌથી પહેલા હેરાત વિભાગમાં ભૂકંપ થયો હોવાની માહિતી બહાર આવી તે પછી લગભગ તુર્ત જ જાણવા મળ્યું કે એ વિસ્તારનાં આશરે 6 ગામો તો તદ્દન તારાજ થઈ ગયા હતા. હજી પણ સેંકડો લોકો મલબા નીચે દબાયેલા હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. આ સાથે પ્રવકતાએ લોકોને પણ સહાય માટે કામે લાગવા વિનંતિ કરી હતી.