તાલિબાને 1 અમેરિકી નાગરિક સહિત આંતરરાષ્ટ્રીય NGOના 18 કર્મચારીઓની ધરપકડ કરી, શું છે મામલો?

આ લોકોને મુક્ત કરાવવા માટે અફઘાની એનજીઓ, સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને પ્રયાસ કરી રહી છે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
તાલિબાને 1 અમેરિકી નાગરિક સહિત આંતરરાષ્ટ્રીય NGOના 18 કર્મચારીઓની ધરપકડ કરી, શું છે મામલો? 1 - image

તાલિબાને અફઘાનિસ્તાનમાં સ્થિત એક બિન સરકારી સંગઠન (NGO)ના એક વિદેશી નાગરિક સહિત 18 કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે. આ લોકોને મુક્ત કરાવવા માટે અફઘાની એનજીઓ, સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને પ્રયાસ કરી રહી છે. 

ક્યાં રખાયા છે એનજીઓના કર્મીઓને?

ઈન્ટરનેશનલ આસિસ્ટન્સ મિશન અનુસાર તાલિબાને ચાલુ મહિને બે અલગ અલગ અવસરે મધ્યઘોર પ્રાંતમાં સ્થિત તેમના કાર્યાલયથી એનજીઓના 18 કર્મચારીઓની ધરપકડ કરી હતી અને તેમને રાજધાની કાબુલમાં લઈ જવાયા હતા તેવી માહિતી છે. સ્થાનિક મીડિયા અનુસાર ધરપકડ કરાયેલા એનજીઓના 18 કર્મચારીઓમાં એક અમેરિકી નાગરિક પણ સામેલ છે. જોકે એનજીઓએ અત્યાર સુધી એ માહિતી નથી આપી કે આ લોકોની ધરપકડ કેમ કરવામાં આવી? 

અફઘાની અધિકારીઓએ કોઈ ટિપ્પણી ન કરી 

એનજીઓએ મિનિસ્ટ્રી ઓફ ઈકોનોમીને આ ચિંતાજનક ઘટનાક્રમ વિશે જાણ કરી હતી. એનજીઓએ કહ્યું કે અમે સ્થિતીની ગંભીરતાને સમજીને અમારા 18 કર્મચારીઓને તાત્કાલિક મુક્ત કરાવા માટે યુએન અને ACBAR સાથે પ્રયાસો શરૂ કરી દીધા છે. જોકે આ મામલે અફઘાની અધિકારીઓએ કોઈ ટિપ્પણી કરી નથી.


Google NewsGoogle News