૫ સ્ટાર ગુબ્બારામાં બેસીને સાહસિકો અંતરિક્ષનો પ્રવાસ કરશે, પ્રતિ વ્યકિતનું 1 કરોડ હશે ભાડુ

આ ગુબ્બારો કલાકના ૧૨ માઇલનું અંતર કાપતો હશે

સ્પેસ કેપ્સૂલ કાર્બન ન્યૂટ્રલ હાઇડ્રોજનથી સંચાલિત હશે

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
૫ સ્ટાર ગુબ્બારામાં બેસીને સાહસિકો અંતરિક્ષનો પ્રવાસ કરશે, પ્રતિ વ્યકિતનું 1 કરોડ હશે ભાડુ 1 - image


ન્યૂયોર્ક,૨૬ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર 

સ્પેસ સંશોધનમાં એલન મસ્કના સ્પેસ એકસના આગમન પછી અનેક કંપનીઓ અંતરિક્ષ પ્રવાસનો દાવો કરી રહી છે. આમાંની જ એક કંપની અમેરિકાના ફલોરિડા રાજયની સ્પેસ પર્સેપકિટવ છે, જે ગુબ્બારા દ્વારા લોકોને અંતરિક્ષનો પ્રવાસ કરાવવાની દિશામાં આગળ વધી રહી છે. ૫ સ્ટાર જેવી સેવા ધરાવતા ગુબ્બારામાં એક સાથે આઠ મહેમાનોને બેસાડી શકાય છે. જેમાં કોકટેલ પીણું, રોમાન્ટિક ડિનર અને પાર્ટીઓનું આયોજન કરવાની પણ છુટ આપવામાં આવશે. અંતરિક્ષમાંથી પૃથ્વીને નિહાળતા રહીને લગ્ન કરવાની પણ છુટ આપવામાં આવશે.

૫ સ્ટાર ગુબ્બારામાં બેસીને સાહસિકો અંતરિક્ષનો પ્રવાસ કરશે, પ્રતિ વ્યકિતનું 1 કરોડ હશે ભાડુ 2 - image

 ડેલી સ્ટારના એક અહેવાલ અનુસાર ફલોરિડાની કંપની ગુબ્બારામાં એક પ્રકારની હોટલ જ હશે. આ ગુબ્બારાનું નામ નેપ્ચ્યૂન રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે અંતરિક્ષયાન ૧૭૦૦૦ માઇલ પ્રતિ કલાકની ગતિથી સ્પેસમાં જતું હોય છે પરંતુ આ ગુબ્બારો કલાકના ૧૨ માઇલનું અંતર કાપતો હશે. લોકો વાઇફાઇની મદદથી ગુબ્બારાની સફરની તસ્વીરો પૃથ્વી પર રહેતા પોતાના પ્રિયજનોને મોકલી શકશે.

છેવટે આ ગુબ્બારો અંતરિક્ષમાંથી પાછો ફરશે ત્યારે સમુદ્રમાં પાણીમાં તરતા એક લોંચપેડ પર ઉતારવામાં આવશે. દુનિયાનું આ અનોખું સ્પેસ કેપ્સૂલ કાર્બન ન્યૂટ્રલ જે હાઇડ્રોજનથી સંચાલિત હશે. જેને સ્પેસમાં મોકલવા માટે રોકેટની મદદ લેવામાં આવશે નહી. ઘીમે ઘીમે ૧૨ સ્પેસ તરફ આગળ વધતું રહેશે. જો કે નેપચ્યૂનમાં બેસવા માટે પ્રતિ વ્યકિત ૧ કરોડ રુપિયા ચુકવવા પડશે. સ્પેસમાં સર કરવા ઇચ્છતા ૧૭૫૦ જેટલા સાહસિકોને શરુઆતના એક વર્ષ દરમિયાન મોકો આપવામાં આવશે. 

 


Google NewsGoogle News