Get The App

Aditya-L1 Mission : ભારતના 'મિશન સૂર્ય' પર સંકટ? NASAના વીડિયોએ વધારી ચિંતા

NASAએ સૌર તૂફાનનો વીડિયો રજૂ કરી વ્યક્ત કરી ચેતવણી

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
Aditya-L1 Mission : ભારતના 'મિશન સૂર્ય' પર સંકટ? NASAના વીડિયોએ વધારી ચિંતા 1 - image


ભારતનું પહેલું સુર્ય મિશન આદિત્ય L-1 સફળતાપૂર્વક ઉંચાઈ હાંસિલ કરી રહ્યું છે. ભારતના સૂર્ય મિશન આદિત્ય L1 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને L-1 બિંદુ તરફ પ્રયાણ કર્યું છે. આ દરમિયાન NASAએ આદિત્ય L-1ને લઈ ભયંકર ચેતવણી આપતો વીડિયો જાહેર કર્યો છે. NASA અનુસાર, ગયા વર્ષે તેમનું સૂર્ય મિશન 'પાર્કર સોલર પ્રોબ' સૂર્યના CME એટલે કે કોરોનલ માસ ઈન્જેક્શન સાથે અથડાયું હતું. જોકે તે કોઈક રીતે બચી ગયું હતું. આવી સ્થિતિમાં હવે પ્રશ્નએ છે કે શું આદિત્ય L1 ને પણ આવા CME નો સામનો કરવો પડી શકે છે. જો આવું થશે તો ભારતનું સોલાર મિશન સફળ થશે ખરા?

NASA એ ભારતના સોલાર મિશનને લઇ વ્યક્ત કરી ચેતવણી 

NASAએ જાણકારી આપતા કહ્યું છે કે, કેટલાક સમયથી સૌર ગતિવિધિઓમાં ફેરફાર અને વધારો થયો છે. પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. NASAએ એક બ્લોગમાં દ્વારા જણાવ્યું કે 5 સપ્ટેમ્બર, 2022ના રોજ પાર્કર સોલર પ્રોબ એક શક્તિશાળી CME સાથે અથડાયું હતું.  CME એ ધૂમકેતુઓ અને લઘુગ્રહોના ધૂળના કણો છે જે સૂર્યની ઊર્જા સાથે અથડાય છે અને ખતરનાક બની જાય છે. NASAનો દાવો છે કે, અગાઉનું કોઈ અવકાશયાન આ CMEમાં બચ્યું નથી. આ પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રના વાદળો છે જે સૂર્યમાંથી નીકળે છે. તે કોઈપણ ગ્રહ તરફ જઈ શકે છે.

આદિત્ય L-1 સૌર તૂફાનનો સામનો કરવા તૈયાર 

આ સૌર તોફાન ખૂબ જ ખતરનાક છે. જેના કારણે વાહનની નેવિગેશન સિસ્ટમ ફેલ થઈ શકે છે તેમજ તેને ડાયવર્ટ પણ કરી શકે છે. આદિત્ય L-1 પણ આ સૌર તૂફાન સાથે ટકરાય શકે છે. જોકે, નાસાના પાર્કર અને ભારતના આદિત્ય L-1 વચ્ચે વાત કરવામાં આવે તો ઘણો તફાવત જોવા મળે છે. એક તરફ પાર્કર સોલર પ્રોબ સૂર્યની ખૂબ જ નજીક જઈ રહ્યું છે. જ્યારે આદિત્ય L-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે એટલે કે સૂર્યથી ખૂબ દૂર અભ્યાસ કરશે.



Google NewsGoogle News