Get The App

પાકિસ્તાનની ફરી ફજેતી, નાણાકીય મદદ માગવા પર ADBએ કહ્યું, ‘ભારત પાસેથી કંઈક શીખો’

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
GDP Pakistan


Pakistan Ask For Financial Aid From ADB: એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) પાસે નાણાકીય મદદ માગવા ગયેલા પાકિસ્તાનની ફરી વૈશ્વિક સ્તરે ફજેતી થઈ છે. એડીબીએ પાકિસ્તાનને સલાહ આપી છે કે, તેઓ ભારત પાસેથી કંઈક શીખે. મીડિયા રિપોર્ટ અનુસાર, શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા તેમજ સ્કૂલે ન જતાં બાળકોને શિક્ષણ આપવા માટે પાકિસ્તાને નાણાકીય મદદ માગી હતી.

ભારતની ઉલ્લાસ યોજના અમલમાં મૂકવા ભલામણ

એડીબીએ પાકિસ્તાનને મદદ કરવાના બદલે સલાહ આપી દીધી કે, તે પોતાના દેશની નબળી શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરે અને નાગરિકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા વ્યૂહાત્મક રણનીતિ ઘડી તમામને લાભ પહોંચાડતો દ્રષ્ટિકોણ અપનાવી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉલ્લાસ યોજના જેવી આંતરરાષ્ટ્રીય પ્રથાઓને અમલમાં મુકે. ભારત સરકારની ઉલ્લાસ યોજના ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાની ગતિને વેગ આફે છે. આ યોજના પાકિસ્તાનમાં પણ લાગુ કરવાથી મદદગાર સાબિત થઈ શકે છે. જેનાથી સફળતા અને પડકારો વિશે પાઠ શીખી શકાશે. એડીબીના પ્રમુખ માસાત્સુગુ અસકાવાએ આ ભલામણ કરી હતી.

આ પણ વાંચોઃ હિન્દુ લગ્નોને માત્ર એક કોન્ટ્રાક્ટની જેમ ભંગ ના કરી શકાય: અલ્લાહાબાદ હાઇકોર્ટ

પાકિસ્તાનમાં 70 ટકાથી વધુ લોકો આર્થિક ભીંસમાં

પાકિસ્તાનમાં તાજેતરમાં હાથ ધરાયેલા આર્થિક સર્વેમાં જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. દેશના 74 ટકા લોકો પોતાના માસિક ખર્ચાઓ પૂરા કરવા પણ સક્ષમ નથી. આર્થિક પાયમલીનો સામનો કરનારાની સંખ્યા ગતવર્ષની તુલનાએ 14 ટકા વધી છે. પોતાના જીવન જરૂરી ખર્ચાઓ પહોંચી વળવા પણ તેઓ ઉધાર લઈ રહ્યા છે. સરકારે એક આર્થિક યોજના તૈયાર કરી છે, પરંતુ દેવાનો બોજો સતત વધી રહ્યો હોવાથી પાકિસ્તાન આર્થિક તંગી અનુભવી રહ્યો છે. 

40 ટકા લોકો ઉધાર લઈ રહ્યા છે

પાકિસ્તાનના 11 મોટા શહેરોમાં હાથ ધરાયેલા આ સર્વેમાં જાણવા મળ્યું કે, મે, 2023માં 60 ટકા લોકો પોતાના રોજિંદા જીવનના ખર્ચાઓ પૂરા કરવા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેમની સંખ્યા હવે વધી 74 ટકા થઈ છે. 60 ટકા લોકોએ ખર્ચાઓ પર કાપ મૂક્યો છે. જ્યારે 40 ટકા લોકો ઉધારીમાં જીવી રહ્યા છે. 

પાકિસ્તાનની ફરી ફજેતી, નાણાકીય મદદ માગવા પર ADBએ કહ્યું, ‘ભારત પાસેથી કંઈક શીખો’ 2 - image


Google NewsGoogle News