ઓબામા સાથે અફેરની અફવાઓ બાદ હોલિવૂડ અભિનેત્રીએ તોડ્યું મૌન, કહ્યું- હું ગુસ્સે નથી
Jennifer Aniston Barack Obama Dating Rumours: અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને હોલિવૂડ અભિનેત્રી જેનિફર એનિસ્ટન વચ્ચે ડેટિંગની અફવાઓ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ અફવાઓની શરૂઆત ગત વર્ષે થઈ હતી જ્યારે ઈનટચ મેગેઝિને 'ધ ટ્રુથ અબાઉટ જેન એન્ડ બરાક' નામનો એક આર્ટિકલ છાપ્યો હતો. આ જ અફવાઓ વચ્ચે બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામા વચ્ચે તણાવના સમાચારે પણ આ ચર્ચાઓને હવા આપી હતી.
ત્યારબાદ લોકોએ એવી અટકળો લગાવી હતી કે, બંને વચ્ચે તણાવનું કારણ ઓબામા અને જેનિફરના સંબંધો હોઈ શકે છે. જોકે, ગત વર્ષે ઓબામા કે જેનિફર બંનેમાંથી કોઈએ આ બાબતે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. ત્યારે હવે આ વચ્ચે જેનિફરનું એક જૂનું ઈન્ટરવ્યુ 'જીમી કિમેલ લાઈવ'થી વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં એનિસ્ટને રમૂજ અંદાજમાં તેના અને બરાકના કથિત સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, 'જ્યારે પણ પબ્લિસિસ્ટનો કોલ આવે છે, ત્યારે હું વિચારું છું કે હવે કઈ અફવા આવી હશે?'
રુમર્સ પર બોલી જેનિફર એનિસ્ટન
તેણે આગળ કહ્યું કે, અને પછી હું આવા સમાચાર સાંભળું છું.' જોકે, મને ગુસ્સો ન આવ્યો. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે, 'હું મિશેલ ઓબામાને બરાક કરતાં વધુ સારી રીતે જાણું છું'. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં જેનિફર ઓબામાના પત્ની મિશેલ ઓબામા સાથે પોઝ આપતી દેખાય રહી છે. આ વાયરલ ફોટો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફોટો ડ્રીમવર્ક્સ પાર્ટનર્સ દ્વારા આયોજિત હોલિવુડના એક ઈવેન્ટની છે. ફોટામાં બંને કેમેરાને એક સાથે પોઝ આપતી દેખાઈ રહી છે.
આ પણ વાંચો: સરકાર બનતા જ ટ્રમ્પ અને મસ્કના સંબંધોમાં તિરાડ? 500 અબજ ડોલરના AI પ્રોજેક્ટ પર વિવાદ
જેનિફરની પર્સનલ લાઈફ
જો આપણે જેનિફરની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો જેનિફરે 1998માં એક્ટર બ્રેડ પિટને ડેટ કર્યા બાદ 2000માં તેની સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, 2005માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારે એવી અફવાઓ વહેતી થઈ હતી કે, બ્રેડ પિટ પોતાની કો-એક્ટ્રેસ એન્જેલીના જોલીને ડેટ કરી રહ્યો છે. ત્યારબાદ જેનિફરે 2011માં જસ્ટિન થેરોક્સને ડેટ કરવાનું શરૂ કર્યું અને બંનેએ 2015માં લગ્ન કર્યા, પરંતુ 2018માં તેની સાથે પણ છૂટાછેડા થઈ ગયા. બંનેના છૂટાછેડાનું કારણ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ હતી.
બરાક ઓબામાની પર્સનલ લાઈફ
જો આપણે બરાક ઓબામાની વાત કરીએ તો તેમણે 1992માં મિશેલ ઓબામા સાથે લગ્ન કર્યા હતા. બંને 1989થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની પહેલી મુલાકાત શિકાગોની એક લો ફર્મમાં થઈ હતી. જ્યાં મિશેલ બરાકના મેન્ટર હતા. બરાકે મિશેલને ઘણી વાર ડેટ પર જવા માટે પૂછ્યું અને અંતે મિશેલે હા પાડી. લગ્ન બાદ તેમને બે બાળકો થયા - માલિયા એન ઓબામા અને નતાશા (સાશા) ઓબામા. માલિયા અને સાશાએ પોતાના બાળપણનો વધુ પડતો સમય વ્હાઈટ હાઉસમાં વિતાવ્યો, જ્યારે તેમના પિતા પ્રમુખ હતા.