Get The App

દુબઈથી અબુ ધાબી માત્ર 30 મિનિટમાં, 350 કિમી/કલાકની ઝડપે દોડશે ટ્રેન: જાણો ખાસિયત

Updated: Jan 27th, 2025

GS TEAM


Google News
Google News
Bullet Train Abu Dhabi to Dubai


Bullet Train Abu Dhabi to Dubai: યુનાઇટેડ આરબ એમિરેટ્સ(UAE)એ અબુ ધાબી અને દુબઈને જોડતી નવી હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ નવો રેલ પ્રોજેક્ટ સ્માર્ટ ટ્રાન્સપોર્ટમાં વૈશ્વિક નેતા તરીકે UAEની સ્થિતિને મજબૂત બનાવશે. અબુધાબીથી દુબઈ હાઇ-સ્પીડ (બુલેટ) ટ્રેન પ્રોજેક્ટ મધ્ય પૂર્વમાં પરિવહન માળખામાં વધુ સુધારો કરશે. આ હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ 350 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે માત્ર 30 મિનિટમાં 100 કિમીથી વધુનું અંતર કાપશે. 

આ ટ્રેન ઘણા મહત્ત્વપૂર્ણ સ્થળો અને પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. આનાથી પ્રવાસીઓને સરળતા થશે. તેમજ આ પ્રોજેક્ટ UAEની અર્થવ્યવસ્થાને પણ મજબૂત કરશે. તેની સરખામણીમાં, ભારતમાં દોડતી સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત, મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

UAEના GDPમાં વધારો થવાની ધારણા

અબુધાબીથી દુબઈ હાઇ-સ્પીડ ટ્રેનને બુલેટ ટ્રેન પણ કહેવામાં આવે છે. આ ટ્રેન UAEની અર્થવ્યવસ્થા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આ પ્રોજેક્ટથી આગામી 50 વર્ષોમાં UAEના GDPમાં 145 બિલિયન દિરહામ (AED)નો વધારો થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ માટે દુબઈ સરકારે ટેન્ડર બહાર પાડ્યું છે. 

કનેક્ટિવિટી વધશે

આ હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ અબુ ધાબી અને દુબઈ વચ્ચે સરળ કનેક્ટિવિટી આપશે. રેલ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય જ નહીં ઘટાડશે પરંતુ નાગરિકો, રહેવાસીઓ અને પ્રવાસીઓના જીવનની ગુણવત્તામાં પણ વધારો કરશે. તે અબુ ધાબી અને દુબઈ વચ્ચે સામાજિક-આર્થિક સંબંધોને પણ મજબૂત બનાવશે. વધુમાં, હાઇ-સ્પીડ ટ્રેન વ્યાપાર વૃદ્ધિને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે અને લોજિસ્ટિક્સ અને પર્યટન જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ખોલશે, જે ભવિષ્યની પેઢીઓ માટેના ટકાઉ વિકાસમાં ફાળો આપશે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં જયપુર જેવી ઘટના : LPG ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ, 6ના મોત, 31થી વધુ ઈજાગ્રસ્ત

UAE સરકારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. નેટવર્ક ડિઝાઇનને પણ મંજૂરી આપવામાં આવી છે. મતલબ કે કામ ઝડપથી શરુ થવા જઈ રહ્યું છે. દુબઈ સરકારે કહ્યું છે કે પ્રોજેક્ટ પર કામ સારી રીતે ચાલી રહ્યું છે. તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે બધું યોગ્ય રીતે કરવામાં આવે.

દુબઈથી અબુ ધાબી માત્ર 30 મિનિટમાં, 350 કિમી/કલાકની ઝડપે દોડશે ટ્રેન: જાણો ખાસિયત 2 - image

Tags :