UAE: અબુ ધાબીના હિંદુ મંદિર માટે ભારતીય રાજ્યોનું યોગદાન, ગંગાના પવિત્ર જળ અને રાજસ્થાનના રેતીના પત્થરો આપ્યા
મંદિરનું નિર્માણ બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે
આ મંદિર 27 એકરમાં ફેલાયેલું છે
BAPS hindu mandir inauguration in Abu Dhabi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 14મી ફેબ્રુઆરીના રોજ અબુ ધાબી, સંયુક્ત આરબ અમીરાત (UAE)માં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ભારતના ઘણા રાજ્યોએ મંદિર નિર્માણમાં યોગદાન આપેલું છે. મંદિરમાં ગંગા અને યમુનાના પવિત્ર જળ, રાજસ્થાનના ગુલાબી રેત પથ્થર અને લાકડાના ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતના રાજ્યોનું મંદિર નિર્માણમાં યોગદાન
મંદિરના ઉદ્ઘાટન સમયે મંદિરમાં ભારતથી લાવવામાં આવેલા ગંગા અને યમુનાના પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવશે. તેમજ મંદિરની બાજુમાં એક ઘાટ બનાવવામાં આવ્યો છે. જ્યાં ગંગાનું પાણી વહેશે. તેમજ મંદિરના મુખ્ય સ્વયંસેવક વિશાલ પટેલે કહ્યું કે, આ ઘાટ વારાણસીના ઘાટ જેવો બનાવવાનો હતો. જ્યાં પ્રવાસીઓ બેસીને ધ્યાન કરી શકે. જયારે પ્રવાસીઓ તેની અંદર જશે ત્યારે તેમને ગંગા અને યમુનાના પાણીના બે પ્રવાહ દેખાશે.'
27 એકર જમીનમાં આ રીતે બન્યું મંદિર
આ મંદિરનું નિર્માણ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિર કુલ 27 એકર જમીનમાં બનેલું છે. મંદિરના આગળના ભાગમાં રેતીના પથ્થરની આરસની ઉત્કૃષ્ટ કોતરણી છે. તે રાજસ્થાન અને ગુજરાતના કુશળ કારીગરો દ્વારા 25,000 થી વધુ પથ્થરોમાંથી કોતરવામાં આવે છે. મંદિર માટે ઉત્તર રાજસ્થાનથી અબુ ધાબીમાં ગુલાબી રેતીના પથ્થરનો મોટો જથ્થો મોકલવામાં આવ્યો હતો. લગભગ 700 કન્ટેનરમાં બે લાખ ઘનફૂટ પવિત્ર પથ્થર અબુધાબી લાવવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ મંદિર માટે ફર્નિચર બનાવવા માટે કરવામાં આવશે.
પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
મંદિરનું નિર્માણ 2019 માં શરુ કરવામાં આવ્યું હતું. જેમાં માટે યુએઈ સરકારે જમીન આપી હતી. મંદિરના ઉદ્ઘાટન માટે પીએમ મોદી આજે રવાના થઇ ગયા છે. 2015 પછી પીએમ મોદીની યુએઈની આ સાતમી મુલાકાત છે અને છેલ્લા આઠ મહિનામાં તેમની ત્રીજી મુલાકાત છે. મંદિરના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા તેઓ અબુ ધાબીમાં ઝાયેદ સ્પોર્ટ્સ સિટી ખાતે ભારતીય પ્રવાસીને સંબોધિત કરશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને પણ મળશે અને કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે.