ગાઝાની હોસ્પિટલના આઈસીયુમાં જીવતા બાળકો ત્યજી દેવાતા ચકચાર
- બાળકોના હાડપિંજરના વિડીયોથી સનસનાટી
- હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો ઠપ, એમ્બ્યુલન્સ પણ નથી
ગાઝા : ગાઝાની હોસ્પિટલમાં માનવતા મરી પરવારી છે. ગાઝાની ખાલી કરવામાં આવેલી અલ નસ્ત્ર હોસ્પિટલના આઇસીયુમાં નવજાત શિશુઓના ક્ષતવિક્ષત શબ મળી આવ્યા છે. ગાઝા સ્થિત રિપોર્ટરે હોસ્પિટલમાં સડતા શિશુઓના શબનો દર્દનાક સ્થિતિે કેમેરામાં કેદ કર્યો છે. સીએનએનના અહેવાલ મુજબ વિડીયોમાં બાળકોના મૃતદેહ દેખાય છે. તેમા જીવનરક્ષક ઉપકરણ લગાવેલા નજરે પડે છે.
૨૭ નવેમ્બરના ફૂટેજમાં કમસેકમ ચાર શિશુઓના અવશેષ દેખાડવામાં આવ્યા હતા. તેમા કેટલાકના તો હાડપિંજર દેખાવવા લાગ્યા છે. અહેવાલની વાત માનીએ તો અલ-ન્સ્ત્ર અને અલ રંતીસી હોસ્પિટલ નવેમ્બરના પ્રારંભમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધનું મેદાન હતા.
ઇઝરાયેલના આદેશ મુજબ હોસ્પિટલના કર્મચારીઓને દસ નવેમ્બરે ઉતાવળમાં બહાર કાઢવામાં આવ્યા. આ ઉતાવળમાં નાના બાળકો આઇસીયમાં રહી ગયા, તેમને બહાર ન કાઢવામાં આવ્યા.
અહેવાલમાં આઇસીયુમાં બાળકોની સ્થિતિ અંગે ઉલ્લેખ કરતાં હોસ્પિટલ સાથે જોડાયેલા ડોક્ટરે જણાવ્યું હતું કે ઇઝરાયેલે હોસ્પિટલ ખાલી કરવાનો આદેશ આપ્યો તેના પહેલા બે બાળકના મોત થયા હતા અને બે મહિનાના બાળક સહિત અન્ય ત્રણને જીવિત છોડી દેવાયા હતા.
આઇડીએફે નવજાત બાળકોના મોતની જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો છે. તેણે આરોપોને જૂઠા ગણાવ્યા છે. આઇડીએફ પ્રવક્તા ડોરોન સ્પીલમેન દ્વારા હકીકતને ફગાવી દેવા છતાં બાળકોના ભાગ્ય સાથે જોડાયેલી પરિસ્થિતિઓ વિવાદનો વિષય બનેલી છે.
હમાસના અંકુશમાં રહેલા ગાઝાના આરોગ્ય મંત્રાલયે આઇડીએફ પર વહેલામાં વહેલી તકે જગ્યા છોડવાનો આદેશ આપવાનો અને આઇસીઆરસી મદદનું જૂઠું વચન આપવાનો આરોપ મૂક્યો. આઇસીઆરસીએ સ્પષ્ટ કર્યુ કે સલામતીના કારણસર તે કોઈ ઓપરેશનમાં સામેલ ન હતું.