સાઉદી અરેબિયાની યુવતી મિસ યુનિ.ની સ્પર્ધામાં ભાગ લેશે
દુબઈ : ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયા એક સમયે તેની કટ્ટરતા માટે કુખ્યાત હતુ.
હવે મોહમ્મદ બિન સલમાન અલના રાજમાં તે પોતાની છાપ સુધારી રહ્યું છે. સાઉદી અરેબિયા હવે સત્તાવાર રીતે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે. આમ કરનાર તે પ્રથમ ઇસ્લામિક દેશ બન્યું છે. ૨૭ વર્ષની સુંદર મોડલ રુમી અલકાતહાની દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. સાઉદી અરેબિયા માટે આ ઐતિહાસિક પગલું છે. આ પહેલા સાઉદી અરેબિયામાં ફક્ત બિનમુસ્લિમો જ દારુ ખરીદતા હતા. આ પહેલા મહિલાઓને જાહેરમાં ગાડી ચલાવવા અને પુરુષોની સાથે કાર્યક્રમમાં ભાગ લેવા છૂટ આપી હતી.૨૭ વર્ષીય મોડેલ રુમીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી આપી કે તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં પોતાના દેશ સાઉદી અરેબિયાની પ્રથમ સ્પર્ધક હશે. સાઉદી અરેબિયામાં રિયાધમાં રહેતી રુમીને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલોમાં ભાગ લેવાના લીધે ઓળખવામાં આવે છે. તે થોડા અઠવાડિયા પહેલા જ મલેશિયામાં આયોજિત મિસ એન્ડ મિસેજ ગ્લોબલ એશિયનમાં તે ભાગ લેશે.
રુમીએ જણાવ્યું હતું કે મારે વૈશ્વિક સંસ્કૃતિઓ અંગે શીખવું છે અને સાઉદીના સાંસ્કૃતિક વારસાની જાણ સમગ્ર વિશ્વને આપવી છે.મિસ સાઉદી અરબનો તાજ પહેરવા ઉપરાંત તેની પાસે મિસ મિડલ ઇસ્ટ, મિસ અરબ વર્લ્ડ પીસ ૨૦૨૧ અને મિસ વુમન (સાઉદી અરબ)નું ટાઇટલ પણ છે.