૭૦ વર્ષની ઉંમરે જોડિયાને જન્મ આપનારી મહિલા, ૩ વર્ષ પહેલા પણ બની હતી માતા
યુગાન્ડાની ઉંમરલાયક મહિલાનું નામ સફિના નામુકવાયા છે.
હોસ્પિટલમાં જોડિયાને જન્મ આપનારી સૌથી ઉંમરલાયક મહિલા
કંપાલા,૭ ડિસેમ્બર,૨૦૨૩,ગુુરુવાર
તાજેતરમાં યુગાન્ડાની એક મહિલા ૭૦ વર્ષની ઉંમરે બે જોડિયા બાળકોને જન્મ આપીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ સાથે જ તે સૌથી વધુ ઉંમરે સંતાન પેદા કરનારી માતાઓમાં સ્થાન ધરાવે છે. યુગાન્ડાની મહિલાનું નામ સફિના નામુકવાયા છે. ૨૭ નવેમ્બરના રોજ રાજધાની કંપાલાની વિમેન્સ હોસ્પિટલ એન્ડ ફર્ટિલિટી સેન્ટરમાં સિઝેરિયન ડિલિવરી થઇ હતી.આઇવીએફથી સારવાર ચાલતી હતી. સારવાર પછી બે બાળકો અને માતા સ્વસ્થ છે.
ત્રણ વર્ષ પહેલા પણ આ મહિલાએ એક છોકરીને જન્મ આપ્યો હતો. આ સાથે જ હોસ્પિટલમાં જોડિયાને જન્મ આપનારી સૌથી ઉંમરલાયક મહિલા બની છે. આઇવીએફ ટેકનિકમાં સતત સુધારો થવાથી સફળતાનો દર વધી રહયો છે આથી નિસંતાન દંપતિઓ માટે આશા વધી રહી છે.૨૦૧૯માં ભારતમાં ૭૩ વર્ષની એક મહિલાએ આઇવીએફના માધ્યમથી બાળકને જન્મ આપ્યો હતો પરંતુ જોડિયા બાળકોને સફિના નામુકવાયા જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયામાં સફિનાની તસવીરો વાયરલ થઇ છે.