Get The App

ઇન્ટરનેટ પર પ્રેમી યુગલની અનોખી પ્રપોઝલ, ભાગ્ય જે કોઇએ જોઇ હશે

ગર્લફેન્ડ નકલી બંદૂક અને બદમાશોને જોઇને ડરી રહી છે.

એક લાલ રંગની કાર ચાર રસ્તા તરફ આગળ વધી રહી છે.

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
ઇન્ટરનેટ પર પ્રેમી યુગલની અનોખી પ્રપોઝલ, ભાગ્ય જે કોઇએ જોઇ હશે 1 - image


ન્યૂયોર્ક,૩૦ જાન્યુઆરી,૨૦૨૪,મંગળવાર 

જમાનો સોશિયલ મીડિયાનો છે, લોકો પોતાના જાત ભાતના વીડિયો તૈયાર કરીને શેર કરે છે. વધારે વ્યૂઅર મળે ત્યારે ખૂશ થઇ જાય છે. ઇન્ટરનેટ પર પ્રેમી યુગલોની પ્રપોઝલ ધ્યાન ખેંચે તેવી હોય છે. એવો જ એક વીડિયો વાયરલ થઇ રહયો છે જેમાં ગુંડાઓ અને બદમાશોથી પ્રેમિકાનું રક્ષણ કરતો પ્રેમી દેખાય છે. સામાન્ય રીતે આવા સીન સિનેમામાં જોવા મળે છે જે હવે સોશિયલ મીડિયામાં ધ્યાન ખેંચી રહયા છે.

આ એક એવું પ્રપોઝલ જે ભાગ્યે જ કોઇએ અગાઉ જોયું હશે. વીડિયોમાં દર્શાવ્યા મુજબ ગર્લફેન્ડ નકલી બંદૂક અને બદમાશોને જોઇને ડરી રહી છે. ઘડિક તો તેને શું ચાલી રહયું છે તે ધ્યાનમાં આવતું નથી. વીડિયોની શરુઆત એક લાલ રંગની કાર ચાર રસ્તા તરફ આગળ વધી રહી છે. અચાનક જ પગપાળા જતો માણસ અને મોટર સાઇકલ પર બેઠેલા માણસો કાર અટકાવે છે. કારની અંદર બેઠેલા યુગલને બદમાશો બહાર નિકળવા સમજાવે છે.

બે બદમાશો હેન્ડગન મહિલા સામે તાકીને બોયફેન્ડને ઘૂંટણીયે પડવા મજબૂર કરે છે.  બદમાશોનું ગુ્રપ અચાનક જ શાંત થઇ જાય છે. ઘૂંટણીયે બેઠલો પ્રેમી તાળીઓના ગડગડાટની વચ્ચે પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે અંગુઠી બહાર કાઢે છે.  આ એક પ્રકારની મશ્કરી હોય છે. મહિલા અચાનક જ મજાકમાં થપ્પડ મારવા લાગે છે. બંને યુગલ એક બીજાને ભેટી પડે છે. તેની આસપાસ રહેલા લોકો રોલ છોડીને બંનેનો ઉત્સાહ વધારે છે. આ વીડિયો કોલંબિયાનો હોવાનું માનવામાં આવે છે.

 


Google NewsGoogle News