શરીરના અંગો જાતે જ નવા ઉગાડતો અનોખો જીવ, અસાધારણશકિત છતાં લૂપ્ત થવાના આરે
હાડકા,નસ અને ઘા ઉપરાંત પોતાની બગડેલી રેટિનાને જાતે સુધારે છે
આ જીવમાં ૩૨ હજાર મીલિયન ડીએનએ બેઝ જોડકા છે.
ન્યૂયોર્ક, 22 ડિસેમ્બર,2023,શુક્રવાર
મેકસિકોમાં ગરોળી જેવો દેખાતો એકસલોટ્લ નામનો જીવ પોતાના શરીરના અંગો કપાઇ જાયતો ફરીથી ઉગાડી શકે છે. તેની આ ખાસિયતના કારણે અમર જીવનું ઉપનામ મળ્યું છે. એવું પણ જોવામાં આવ્યું છે કે એક જ અઠવાડિયામાં તે હાડકા, નસ અને માંસ સાથે અંગેને એજ સ્થાને ઉગાડવા સક્ષમ છે. તે પાણી અને જમીન પર સરળતાથી રહી શકે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે એકસોલોટલ કરોડરજજુમાં ઇજ્જા થઇ હોયતો તે જાતે જ રિપરે કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહી તે કોઇ પણ પ્રકારના ઘા ના નિશાન પણ રહેતા નથી. અને પોતાની બગડેલી રેટિનાને પણ સુધારી શકે છે. નવાઇની વાત તો એ છે કે શરીરના અંગો ફરીથી ઉગાડવાની અસાધારણ શકિત અને સરળ પ્રજનન છતાં આ જીવ લૂપ્ત થવાના આરે છે. વૈજ્ઞા નિકો તેની અસાધારણ જૈવિક ક્રિયા પર સંશોધન કરી રહયા છે.
આમ તો છેલ્લા ૧૫૦ વર્ષથી આ જીવને પ્રયોગશાળામાં પ્રયોગ માટે પસંદ કરવામાં આવે છે. 5 વર્ષ પહેલા વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે એકસલોટલનું એક રહસ્ય એવું પણ ખોલતા જણાવ્યું હતું કે આ જીવમાં માણસ કરતા પણ મોટો જીન સમૂહ(જીનોમ) જોવા મળે છે. આ જીવમાં ૩૨ હજાર મીલિયન ડીએનએ બેઝ જોડકા છે. જે મનુષ્યની સરખામણીમાં દસ ગણા વધારે છે.